Home / Business : Share market today: This government company's stock gave 100 percent return in 5 months, stock surged

Share market today: આ સરકારી કંપનીના શેરે 5 મહિનામાં આપ્યું 100 ટકા રિટર્ન,  શેરમાં તોફાની તેજી

Share market today: આ સરકારી કંપનીના શેરે 5 મહિનામાં આપ્યું 100 ટકા રિટર્ન,  શેરમાં તોફાની તેજી

Share market today: શુક્રવારે સરકારી એન્જિનિયરિંગ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો. બીએસઇ પર આ શેર ₹4,697 ને સ્પર્શ્યો, જે 31 જુલાઈ, 2024 પછીનો સૌથી ઊંચો સ્તર છે. માર્ચ ૨૦૨૫માં આ શેર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરે ₹૨,૩૪૬.૩૫ પર પહોંચી ગયો હતો, એટલે કે ત્યારથી તેમાં ૧૦૦% થી વધુનો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૫માં કંપનીની સૌથી વધુ ઓર્ડર બુક ₹૧૪,૬૧૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. કંપનીનો પીબીટી (કર પહેલાંનો નફો) રેકોર્ડ ₹૪૦૫.૪૩ કરોડ હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડીઆઇઆઇ ના ડેટા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે જૂન 2024 માં આ હિસ્સો 20.15 ટકા હતો. જે માર્ચ 2025 માં ઘટીને 18.7 ટકા થયો છે. એફઆઇઆઇએ ડિસેમ્બર 2024 ની સરખામણીમાં માર્ચ 2024 માં તેમનો હિસ્સો 7.41 ટકાથી ઘટાડીને 7.27 ટકા કર્યો છે. એક વર્ષ દરમિયાન, માર્ચ 2024 ની સરખામણીમાં માર્ચ 2025 માં આ હિસ્સો 9.91 ટકાથી ઘટીને 7.27 ટકા થયો છે.શુક્રવારે, એનએસઇ અને બીએસઇ  પર કુલ 25 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ગણું છે.

આ કંપની બીઇએમએલ છે. બીઇએમએલ  માત્ર ઓટોમોટિવ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી નથી, પરંતુ રેલ્વે અને મેટ્રો સેગમેન્ટમાં પણ તેની પકડ મજબૂત કરી રહી છે. નાણાકીય વર્ષ 25 ના રેકોર્ડ પ્રદર્શન અને નાણાકીય વર્ષ 26 માટે મજબૂત માર્ગદર્શનને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. શેર પહેલાથી જ 100% વધ્યો છે, પરંતુ બ્રોકરેજ હાઉસ માને છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આ સ્ટોક હજુ પણ આકર્ષક છે.

વર્ષ-2025ના નાણાકીય વર્ષમાં કંપની એચએમવી 12x12 અને 6x6 જેવા હાઇ મોબિલિટી વેહિકલ્સની ડિઝાઇન બનાવીને ડવલપ કર્યું. જે ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું છે.  1500 હોર્સપાવરનું એન્જિન ડેવલપમે્ટના આગામી તબક્કામાં પહોંચ્યું છે. પહેલું એન્જિન બ્રિટન મોકલવામાં આવ્યું છે. વંદેભારત સ્લીપર ટ્રેનની પહેલી ડિલિવરી આપી અને ટ્રાયલ સફળતાપૂર્વક પૂરો થયો. બેગલુરુ અને ચેન્નાઇ મેટ્રો માટે મેટ્રો ટ્રેન બનાાવવાના ઓર્ડર મળ્યા છે.

મોટી યોજનાઓ - મધ્યપ્રદેશમાં ૧૪૮ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે જ્યાં રેલ્વે અને મેટ્રો રોલિંગ સ્ટોકનું ઉત્પાદન કરવામાં આવશે. છત્તીસગઢના જાંજગીર-ચંપામાં ૧૦૦ એકર જમીન, જ્યાં ભારે અર્થ મૂવિંગ સાધનોનું ઉત્પાદન કરવામાં આવશે. જમીનની કિંમત: પ્રતિ એકર ₹૧.ના ટોકન ભાવથી મળી છે.

નાણાકીય વર્ષ- 26નું આઉટલૂક - નાણાકીય વર્ષ-૨૬ સુધીમાં ઓર્ડર બુકનું લક્ષ્ય ₹૨૨,૦૦૦ થી ₹૨૩,૦૦૦ કરોડ. નાણાકીય વર્ષ-26માં 20% આવક વૃદ્ધિની અપેક્ષા. નાણાકીય વર્ષ ૨૬ માં ઓર્ડર બુકમાં રેલ્વેનો હિસ્સો 60% રહેશે, સંરક્ષણ અને ખાણકામનો ૨૦-૨૦% હિસ્સો રહેવાની અપેક્ષા. વધુ ૯ વંદે ભારત ટ્રેન સેટ ડિલિવર કરવામાં આવશે.

બ્રોકરેજ ફર્મ ઇલારા કેપિટલના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ-2025માં 28 ટકાની વૃદ્ધિની સાથે રૂ. 6800 કરોડના ઓર્ડર્સ મળ્યા છે.  2026માં ઓર્ડર ઇનફ્લો બમણો થવાની સંભાવના છે. સંભવિત મેટ્રો પ્રોજેક્ટ્સ: મુંબઈ, થાણે, પૂણે, નાસિક, ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કોચી, હૈદરાબાદ. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ માટેના બે ટેન્ડર ડિસેમ્બર-2026 સુધીમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે.

કંપનીનું મજબૂત માર્ગદર્શન, મજબૂત મૂડીખર્ચ યોજના અને વૈવિધ્યસભર ઓર્ડર પાઇપલાઇન તેને નાણાકીય વર્ષ-26માં મુખ્ય લાભાર્થી બનાવી શકે છે. જોકે, હાલમાં શેર 4,860 રૂપિયાના લક્ષ્યાંકથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

Related News

Icon