અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાજકીય સફળતા મળી છે. તેમનું બહુચર્ચિત 'બિગ બ્યુટીફુલ બિલ' અમેરિકન સેનેટમાં 51-49ના અંતરથી પસાર થયું છે. બિલ હવે તેના આગામી રાઉન્ડના મતદાન માટે આગળ વધી રહ્યું છે, ત્યારે અમેરિકન પ્રમુખે સેનેટના મુખ્ય મતદાનને રિપબ્લિકન પાર્ટી માટે એક મોટી જીત ગણાવી છે. જેને લઈને તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર ખુશી વ્યક્ત કરી છે.

