બિહારની રાજધાની પટનાને અડીને આવેલા દાનાપુરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય રિતલાલ યાદવના નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ શુક્રવારે મોટી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી ભાનુ પ્રતાપ સિંહના નેતૃત્વમાં લગભગ 200 પોલીસકર્મીઓની ટીમે ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૧૦ લાખ ૫૦ હજાર રૂપિયા રોકડા, ૭૭ લાખ ૫૦ હજાર રૂપિયાના કોરા ચેક, અનેક વ્યક્તિઓના નામે જમીન સંબંધિત દસ્તાવેજો, એક વોકી-ટોકી સેટ, છ પેન ડ્રાઇવ અને અન્ય ઇલેક્ટ્રોનિક સામગ્રી મળી આવી હતી.

