ભાજપના 30 વર્ષના શાસન પછી ય આદિવાસી વિસ્તારોમાં હજુ રસ્તા બન્યાં નથી. રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં આજેપણ સગર્ભા મહિલાઓને ઝોળીમાં નાંખીને લઇ જવી પડે છે. આવી કરુણ પરિસ્થિતિ હોવા છતાંય ભાજપના ધારાસભ્યને આદિવાસી જનતાના દુખની પડી નથી પરંતુ તેમણે એવુ કહ્યુંકે, હવે તો સગર્ભાને ઝોળીમાં નાંખીને લઇ જવાનો જાણે ટ્રેન્ડ વધ્યો છે.

