ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. ભગવા પાર્ટીની તૈયારીઓ હવે લગભગ અંતિમ તબક્કામાં છે. વર્તમાન પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે, ભાજપ નવા પ્રમુખની નિમણૂક તરફ આગળ વધી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે એવી ચર્ચા છે કે પાર્ટી તેના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. જોકે, અત્યાર સુધીમાં દાવેદારોમાં 6 નેતાઓના નામ સામે આવ્યા છે. તેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે.

