Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: Boating will start again in Sabarmati

Ahmedabad news: સાબરમતીમાં શરૂ થશે ફરીથી બોટિંગ, IRS દ્વારા નિરીક્ષણ પૂર્ણ

Ahmedabad news: સાબરમતીમાં શરૂ થશે ફરીથી બોટિંગ, IRS દ્વારા નિરીક્ષણ પૂર્ણ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા છેલ્લા ઘણાં સમયથી બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે સાબમરતી રિવરફ્રન્ટ પર બોટિંગની મજા માણવા ઇચ્છતા લોકો માટે સારા સમચાર છે. કારણ કે, રિવરફ્રન્ટ ખાતે ફરી બોટિંગ સર્વિસ શરૂ કરાશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યારે બોટિંગ સેવા શરૂ કરાશે?

મળતી માહિતી અનુસાર, અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેને લઈને ઈન્સ્ટિટ્યુટ ઓફ રિઝર્વોયર સ્ટડીઝ (IRS) દ્વારા નિરીક્ષણ કરાયું છે. સ્થળનું નિરીક્ષણ અને બોટિંગ સેફટીને અંગે રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. કમિશનરની મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટિંગ સેવા શરૂ થશે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં વિદ્યાર્થીઓ સહિત 14 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં વિદ્યાર્થીઓ સહિત 14 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ હરણીકાંડના કારણે રાજ્યભરમાં નદી કે તળાવમાં ચાલતી બોટિંગ સેવાને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી હતી.

Related News

Icon