IPL 2025ની ફાઈનલ મેચ વિશે ઘણી ચર્ચા છે. એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), તો બીજી તરફ પંજાબ કિંગ્સ (PBKS)... રજત પાટીદાર અથવા શ્રેયસ ઐયરમાંથી આજે (3 જૂન) કોઈ એક જીતશે અને ટ્રોફી ઉપાડશે. ફાઈનલ મેચ પહેલા ઘણા ફિલ્મ સ્ટાર્સ પોતપોતાની ફેવરિટ ટીમોને સપોર્ટ કરી રહ્યા છે. સ્ટેડિયમમાં ઘણા સ્ટાર્સ જોવા મળશે. જોકે, આ ફાઈનલ મેચથી બોલિવૂડના 2 સુપરસ્ટાર્સને ફાયદો થશે. આ બે સ્ટાર્સ આમિર ખાન (Aamir Khan) અને ઋતિક રોશન (Hrithik Roshan) છે. જ્યાં આમિર ખાન તેની ફિલ્મ 'સિતારે જમીન પર' (Sitare Zameen Par) નું પ્રમોશન કરશે, તો બીજી તરફ, ઋતિક રોશન અને જુનિયર NTRની 'વોર 2' (War 2) ની નવી ઝલક જોવા મળશે.

