
ફિલ્મ 'મસ્તી ફોર'માં જેનેલિયા દેશમુખ પણ કેમિયો કરી રહી હોવાની ચર્ચા છે.
આ ફિલ્મની ટીમ હાલ યુકેમાં શૂટિંગ કરી રહી છે. તેના સેટ પરથી લીક થયેલી કેટલીક તસવીરોમાં જેનેલિયા દેશમુખ દેખાઈ હતી. શરુઆતમાં ચાહકોને લાગ્યું હતું કે ફિલ્મમાં બાકીના કલાકારો સાથે રીતેશ દેશમુખ પણ રીપીટ થયો હોવાથી જેનેલિયા તેને કંપની આપવા માટે સાથે ગઈ હશે. જોકે, બાદમાં પ્રગટ થયેલા કેટલાક વિડીયોમાં જેનેલિયા સીન માટે રિહર્સલ કરતી અને કેટલાક ડાન્સ સ્ટેપ કરતી પણ દેખાઈ હતી. તે પરથી એમ મનાય છે કે આ ફિલ્મમાં તેનો પણ ટૂંકો રોલ હશે.
ફિલ્મની વાર્તા અંગે અગાઉ બહાર આવેલી વિગતો અનુસાર આ વખતે ફિલ્મમાં રિવર્સ મસ્તી હશે. મતલબ કે ફિલ્મના હિરો તેમની પત્નીઓ સાથે બેવફાઈ કરે તેની સાથે સાથે ફિલ્મની હિરોઈનો પણ તેમના પતિઓ સાથે બેવફાઈ કરતી હોવાનો ટ્રેક હશે.