ગીર સોમનાથના વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી અથવા તો કોઈ પણ રીતે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા ઉઘડતી કોર્ટે જ નાસભાગ મચી ગઈ હતી. દરેક વકીલો પોતાની ફાઈલો પડતી મૂકીને ડર તેમજ ભય સાથે કોર્ટ પરિસરમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ કોર્ટ ખાતે પોતાના કામ માટે તથા ચાલતા કેસની તારીખો માટે આવેલા અસીલો પણ હેરાન થયા હતા.

