Junagadh news: જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકના પગલાં લેવામાં આવ્યા છે. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત આઠ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ગેંગે અત્નયાર સુધી રાજ્યના જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગાંધીનગરમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચર્યા છે. ધીરેન કારિયાની આગેવાનીમાં ખૂન, ખૂનનો પ્રયાસ, લૂંટ, હથિયાર ધારા, વિદેશી દારૂની મોટી હેરાફેરી કરી મોટા પ્રમાણમાં આર્થિક નફો મેળવ્યો હતો. જૂનાગઢ સી ડિવીઝન પોલીસમાં એલસીબી પીઆઈએ ફરિયાદ નોંધાવી હતી.

