ગુજરાતના આણંદ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. આણંદ જિલ્લાના બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જેનું નામ આરીફ મહંમદ વજીરોદિન મલેક છે. આરોપી પોતાના રહેણાંક મકાનમાં ‘આદર્શ દવાખાના’ના નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરીફ મહંમદ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો હતો.

