Home / Gujarat / Botad : RMS Hospital Trustee Murdered in Barwala

બોટાદ: ભીમનાથમાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

બોટાદ: ભીમનાથમાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

બરવાળાના ભીમનાથ ગામમાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. જોકે, ઉશ્કેરાઈને દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી લોખંડની પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા તેઓ ઢળી પડ્યા હતા. હાજર લોકોએ આરોપી કલ્પેશના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર આંચકી લીધું હતું. આરોપી હુમલો કરીને ફરાર થઈ ગયો હતો અને ધરમશી પટેલને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.