વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ફરી એક વખત બ્રિજ ચર્ચાની એરણે ચડ્યા છે. ત્યારે મોરબી દુર્ઘટના પછી સરકારની સૂચનાથી મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરના બ્રિજના ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા હતા. આ ઈન્સ્પેક્શન રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોકાવનારો રિપોર્ટ આવ્યા બાદ પણ કેડિલા સહિતના બ્રિજ રિપેર કરવામાં કોર્પોરેશનની હજી પણ આળસ જોવા મળી રહી છે.

