
રાજ્યમાં ગઈકાલે વહેલી સવારે વડોદરા-પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ બ્રિજ તૂટતા 15 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 21 બ્રિજ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. વર્ષ 2022માં જ 7 બ્રિજ તૂટ્યા હતા.
વર્ષ સ્થળ
2007 ઉઘના દરવાજા સુરત
2016 પીપલોદ ફ્લાયઓવર સુરત
2017 હાટકેશ્વર બ્રિજ અમદાવાદ
2019 સતોકાડ ગામ રાજકોટ
2020 મહેસાણા બાયપાસ મહેસાણા
2020 આજીડેમ ચોકડી રાજકોટ
2021 મમતપુરા બ્રિજ અમદાવાદ
2021 શાંતિપુરા અમદાવાદ
2022 સિંઘરોટ વડોદરા
2022 ઉંઝા હાઇવે મહેસાણા
2022 નંદેલાવ ભરુચ
2022 હાંડોડ લુણાવાડા
2022 બોરસદ ચોકડી આણંદ
2022 બોપલ રિંગરોડ મુમત પુરા
2022 માધાપર ચોકડી રાજકોટ
2022 મોરબી ઝુલતો બ્રિજ મોરબી
2023 ધધુસરા બ્રિજ જુનાગઢ
2023 ખેડા બ્રિજ જુનાગઢ
2023 પાલનપુર આરટીઓ બ્રિજ બનાસકાંઠા
2023 વઢવાણ બ્રિજ સુરેન્દ્રનગર
2024 હળવદનો બ્રિજ મોરબી
2025 ગંભીરા બ્રિજ વડોદરા
વર્ષ 2022માં જ 7 બ્રિજ તૂટ્યા
જો કે ગુજરાતમાં પુલ તૂટી પડવાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં 140 થી વધુ લોકોના મોત થયા હતા. 15 નાના મોટા બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. વર્ષ 2023માં પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટ્યો હતો. આ દુર્ઘટનામાં સ્લેબ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં.
વર્ષ 2023માં 4 બ્રિજ તૂ્ટ્યા
અમદાવાદમાં વર્ષ 2021માં મમતપુરા બ્રિજનો એક સ્પાન તૂટી પડ્યો હતો. 2024માં મોરબીના હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો બ્રિજ વરસાદમાં તૂટી ગયો હતો. 2020માં રાજકોટમા આજી ડેમ પાસે પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટ્યો હતો. 2020માં મહેસાણા બાયપાસ પણ તૂટ્યો હતો.