Home / Gujarat / Ahmedabad : Iron girder of railway bridge collapses on Sarkhej-Dholka highway, one killed in incident

સરખેજ-ધોળકા હાઇવે પર રેલવે પુલનું લોખંડનું હોડીંગ ધરાશાયી, ઘટનામાં રિક્ષા ચાલકનું મોત

સરખેજ-ધોળકા હાઇવે પર રેલવે પુલનું લોખંડનું હોડીંગ ધરાશાયી, ઘટનામાં રિક્ષા ચાલકનું મોત

શહેરના સરખેજ-ધોળકા હાઇવે ઉપર રેલ્વેના પુલનું હોડીંગ ચાલુ રિક્ષા પર ધરાશાઈ થયું હતું. રિક્ષા લોખંડની હોડીંગની નીચે દબાઈ જતાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાં પગલે હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં સરખેજ-ધોળકા હાઈવે ઉપર રેલવેના પુલનું લોખંડનું હોડીંગ ધરાશાયી થયું હતું. ભાત ગામ પાસ  લોખંડનું હોડીંગ રસ્તા પર જઈ રહેલી રિક્ષા પર પડતાં તે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષા ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. લોખંડનું હોડીંગ ધરાશાયી થતાં રસ્તા પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ ક્રેન બોલાવી હોડીંગ દૂર કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.


Icon