વડોદરામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી ઉપર આવેલ બ્રિજની પેરાફિટ જર્જરિત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. અપ્રોચમાં તિરાડો ઉપરાંત પુલ ઉપર મોટા મોટા ખાડા જોવા મળ્યા છે. બોડેલીના મેડિયા બ્રિજ ઉપર પણ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરના બંને પુલો વર્ષો જૂના અને જર્જરિત છે. આ બંને બ્રિજ નેશનલ હાઈવે 56 અંતર્ગત આવે છે.