આજે 1 ફેબ્રુઆરી, 2025, શનિવારના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરવાના છે. નાણામંત્રીના કાર્યકાળ દરમિયાન આ તેમનું 8મું સામાન્ય બજેટ હશે. આ બજેટમાં રેલ્વે બજેટનો પણ સમાવેશ કરવામાં આવશે. અગાઉ રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું હતું. પાછળથી તેનો સમાવેશ સામાન્ય બજેટમાં કરવામાં આવ્યો.

