અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત ઓવરબ્રિજ પૈકીના એક ગિરધર નગર ઓવરબ્રિજને આગામી સમયમાં 23 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. બૂલેટ ટ્રેનની ચાલતી કામગીરીમાં ટ્રેકના પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સલામતીના ભાગરૂપે ઓવરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ અંગેનું જાહેરનામુ પણ પોલીસે બહાર પાડ્યું છે.

