
રાજ્યની અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટે મોટી જાહેરાત કરી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSએ મોટી જાહેરાત કરી છે. AMTSએ વિદ્યાર્થીનીઓ, વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીનીઓને 12માં ધોરણ સુધી ટિકિટ દરોમાં 85 ટકા ડિસ્કાઉન્ટ
જેમાં કન્સેસન ( ખાસ પ્રકારનું ડિસ્કાઉન્ટ) અંગે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધોરણ 10 પાછો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 12માં ધોરણ સુધી બસની તમામ ટિકિટોના દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ
માતા-પિતા વગરના બાળકોને ફ્રી પાસનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં રહેતી વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.