
Share market: ભારત અને પાક્સિતાન વચ્ચે યુધ્ધ જેવા માહોલની અસર સતત બીજા દિવસે ભારતીય શેરબજારો પર પણ જોવા મળી હતી. બુધવારે અને ગુરુવારે બંને દિવસમાં શેરબજાર તણાવમાં જોવા મળ્યું હતું.
નિફ્ટી બપોરે અઢી વાગ્યે 24000ની નીચે કામકાજ કરી રહ્યો હતો. આ ઘટાડાની વચ્ચે રેખા ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયોમાં આજે મોટી કમાણી જોવા મળી હતી. આ ઘટાડાની વચ્ચે રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ બે કંપનીઓના શેરોમાં તેજી આવવાને કારણે એક જ દિવસમાં રૂ.892 કરોડ રૂપિયાની કમાણી થઇ છે, એટલે કે પોર્ટફોલિયોમાં વૃદ્ધિ થઇ છે.
રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં જોરદાર ઉછાળો
રેખા ઝુનઝુનવાલાના ટાઇટન અને ટાટા મોટર્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. વાસ્તવમાં માર્ચના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં શાનદાર પ્રદર્શનના કારણે ટાઇટનના શેરમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. જ્યારે ટાટા મોટર્સનો શેર ભારરત અને બ્રિટનની વચે મુક્ત વ્યાપાર સમજૂતિ એટલે કે એફટીએથી થનારા ફાયદાના કારણે તેજીમાં છે. કાર્ગીલ યુદ્ધ દરમિયાન પણ ટાટા મોટર્સના શેરે સારો દેખાવ કર્યો હતો. એ વખતે આ શેર લગભગ 92 ટકા સુધી વધ્યો હતો.
ટાઇટન કંપનીના શેરોમાં શુક્રવારે 4.95 ટકાની તેજી સાથે ભાવ રૂ. 3530ની સપાટીએ પહોંચ્યો હતો. આ રીતે કંપનીની કુલ માર્કેટ કેપ 3.11 લાખ કરોડ થઇ ગઇ હતી. જ્યારે બુધવારે શેર કારોબારના અંતમાં રૂ. 3363.45ની સપાટીએ બંધ રહ્યો હતો. ટાઇટનમાં ઝુનઝુનવાલાની હિસ્સેદારીનું મૂલ્ય શુક્રવારે રૂ. 15402કરોડ રૂપિયાથી વધીને 16165.09 કરોડ થઇ ગયું હતું. આ રીતે કંપનીને એક જ દિવસમાં રૂ. 762.69 કરોડની કમાણી થઇ
નોંધનીય છે કે, ટાઇટન કંપનીના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 870 કરોડનો નફો થયો છે. જેમાં વાર્ષિક ધોરણે 10.7 ટકાની વૃદ્ધિ થઇ છે. તો કંપનીની આવક 19.7 ટકા વધીને રૂ. 13,477 કરોડ થઇ છે. જ્વેલરી અને ઘડિયાળના ઉત્પાદક કંપનીની એબિટા ત્રિમાસિક ગાળા માટે 29.7 ટકા વધીને રૂ. 1438 કરોડ થઇ છે. જ્યારે માર્જિન વધીને 10.7 ટકા થયું છે. કંપનીના બોર્ડે શેર દીઠ રૂ. 11નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
ટાટા મોટર્સના શેરોમાં ઉછાળો
બીજી તરફ ટાટા મોટર્સનો શેર 3.97 ટકા વધીને રૂ. 709ની સપાટીએ પહોચી ગયો હતો. જેનું વેલ્યુએશન રૂ. 2.6 લાખ કરોડથી વધુ છે. ગુરુવારે શેરનો ભાવ રૂ. 681.90ની સપાટીએ બંધ રહ્યો હતો. આ કંપનીમાં રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારીનું મૂલ્યાંકન રૂ. 129.45 કરોડથી વધીને રૂ. 3386.91 કરોડ થઇ ગયું છે. કુલ મળીને ટાટા ગૃપના આ બે શેરોંમાં આવેલી તેજીથી રેખા ઝુનઝુનવાલાની સંપતિ રૂ. 892.14 કરોડ વધી ગઇ છે