Home / Business : Silver shines brighter than gold

Business News: સોના કરતાં ચાંદીની ચમક વધી, ગોલ્ડના 10 ગ્રામનો આટલો ભાવ

Business News: સોના કરતાં ચાંદીની ચમક વધી, ગોલ્ડના 10 ગ્રામનો આટલો ભાવ

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી ઘટયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૫૯થી ૩૩૬૦ વાળા ઉંચામાં ભાવ ૩૩૭૨ તથા નીચામાં ભાવ ૩૩૪૩ થઈ ૩૩૬૦થી ૩૩૬૧ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૪૭૯ વાળા રૂ.૯૬૬૦૦ ખુલી રૂ.૯૬૩૬૦ બંધ રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જયારે  ૯૯૯ના ભાવ રૂ.૯૬૮૬૭ વાળા રૂ.૯૬૯૮૮ થઈ રૂ.૯૬૭૪૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૦૦૪૬૦ વાળા રૂ.૧૦૧૦૦૦ થઈ રૂ.૧૦૦૯૮૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના ૩૪.૩૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝેવરી બજારોમાં આ જે ઉંચા મથાળે  બેતરફી વધઘટ જોવા મળી હતી. 

દરમિયાન, ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વિષયક વાતચીતક પર નજર રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમંપના જણાવ્યા  મુજબ ચીનના પ્રમુખ વેપાર કરાર માટે અઘરા જણાયા છે! દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦૮૧ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૯૯ ડોલર રહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૯૪૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૭૦૦ રહ્યા હતા  જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૯૯૫૦૦ રહ્યા હતા.   

વિશ્વ બજારના સમાચાર મુજબ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ એપ્રિલમાં સોનાની કુલ ખરીદી ૧૨ ટનની કરી હતી.  માર્ચની સરખામણીએ એપ્રિલમાં આવી ખરીદીમાં  ૧૨ ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક ક્રૂડતેલમાં  નવી માગ ધીમી પડી હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૪૩ વાળા આજે નીચામાં ૬૫.૧૩ થઈ ૬૫.૨૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના  ભાવ નીચામાં ૬૨.૮૮ થઈ ૬૩.૦૯ ડોલર રહ્યા હતા.

 

Related News

Icon