
- કોર્પોરેટ પ્લસ
- હાલમાં ભારતમાં રજીસ્ટર થયેલા બીપીઓની સંખ્યા ૫૧૬૯ છે
- બીપીઓને અધર સર્વિસ પ્રોવાઇડર પણ કહે છે. કેટલીક બીપીઓ કંપનીઓ એપ્લીકેશન સર્વિસ પુરી પાડે છે
- ભારતમાં બીપીઓ ઉદ્યોગ સાથે 1000થી વધુ કંપનીઓ સંકળાયેલી છે. જે 54 અબજ ડોલરનો બિઝનેસ કરે છે. તેમાં 20 લાખ લોકો જોબ કરી રહ્યા છે
- બીપીઓ ક્ષેત્રમાં AI એન્ટ્રીથી કોઇની જોબ કે બિઝનેસ છીનવાશે નહી પરંતુ તે વધુ શાર્પ બનશે
- વિદેશની કંપનીઓ એકાઉન્ટ લખાવવા પણ ભારતની ટેલન્ટનો ઉપયોગ કરે છે
- ભારતમાં પહેલું બીપીઓ 1980ના દાયકાના મધ્ય ભાગમાં અમેરિકન એક્સપ્રેસે તેની જાપાન ખાતેની ઓફિસ માટેનું બીપીઓ સેન્ટર ગુરૂગાંવ ક્ષેત્રમાં ખોલ્યું હતું
બિઝનેસ પ્રોસેસ આઉટસેાર્સીંગને વૈશ્વિક બિઝનેસ ક્ષેત્રના કરોડરજ્જૂ સમાન ગણવામાં આવે છે. જ્યારે બીપીઓ AI ટચ વાળા બનશે ત્યારે તે વધુ કાર્યક્ષમતા વાળા બનશે અને વધુ કંપનીઓ તેનો ઉપયોગ કરતી થશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ હવે વિશ્વના બિઝનેસ ક્ષેત્રમાં સ્વિકાર્ય બની ગયું છે. જે મનુષ્ય મશીનના પ્રોબલેમ સોલ્વ કરી શકે છે એવીજ રીતે AI પણ કરી શકે છે. બીપીઓ ઉદ્યોગમાં જ્યારે તેનો ઉપયોગ થશે ત્યારે તે અસરકારક પરિણામો આપી શકશે. હાલમાં અનેક બીપીઓમાં આધારીત ચેટ બોટ ૨૪ કલાક ગ્રાહકોની ઇન્કવાયરીના જવાબો આપે છે.
ભારતમાં બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સીંગ બીપીઓ તરીકે ઓળખાય છે. ત્રણ દાયકાથી ચાલ્યો આવતો આ બીપીઓ ઉદ્યોગ કેટલાક માટે વધારાની આવક ઉભી કરનાર બની ગયો હતો.ભારતનો બીપીઓ ઉદ્યોગ ૫૪ અબજ ડોલરનો છો. આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સના બીપીઓમાં પ્રવેશ સાથે જ તે વધુ ઉપયોગી બનશે કેમકે તેમાં વ્યકિતગત સ્તરની દરમ્યાનગીરી અને ક્યા ચોક્કસ મુદ્દે કામ કરવાનું છે તે જાણી શકાશે.
બીપીઓ ક્ષેત્રમાં AI એન્ટ્રીથી કોઇની જોબ કે બિઝનેસ છીનવાશે નહી ં પરંતુ તે વધુ શાર્પ બનશે. બીપીઓના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માને છે કે બીપીઓની સર્વિસમાં જેટલો સમય લાગે છે તેના કરતાં ઓછા સમયમાં કામ પરૂં થાય તેવા પ્રયાસ જોવા મળી શકે છે. જેના કારણે ઉત્પાદન વધશે અને સાથે સાથે કાર્યક્ષમતા પણ વધશે.
બીપીઓ ક્ષેત્રમાં AI ની એન્ટ્રી થતાંજ તેમાં વધુ જોબ ઉભી નહીં થાય પરંતુ તેનાથી લોકોની નોકરી પણ નહીં જાય એમ માનવામાં આવી રહ્યું છે. બીપીઓ ક્ષેત્ર વિસ્તરવા પાછળનું મુખ્ય કારણ સિસ્ટમ આર્થિક રીતે સસ્તી અને વધારાના કામને પ્રોત્સાહન આપનારી હતી.
અનેક કંપનીઓ બીપીઓનો ઉપયોગ કરે છે અને પૈસા પણ બચાવે છે. નામાંકીત કંપનીઓ જેવીકે એમેક્સ, બેંક ઓફ અમેરિકા, સીટી બેંક, જેપી મોર્ગન, ફાઇઝર સહિતની સેંકડો કંપનીઓ બીપીઓનો ઉપયોગ કરે છે.
આ લોકો ભારતની ટેલન્ટનો ઉપયોગ કરે છે અને તેમને ઓછી ચૂકવણી કરે છે. બીપીઓ એક રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. તેમાં કંપનીને કાયમી સ્ટાફ નથી રાખવો પડતો અને તેની જવાબદારી પણ નથી ઉઠાવવી પડતી. વિદેશની કંપનીઓ એકાઉન્ટ લખાવવા પણ ભારતની ટેલન્ટનો ઉપયોગ કરે છે. ભારતની બીપીઓને કોન્ટ્રાક્ટ પર કામ સોંપાય છે.
કેટલીક કંપનીઓ પોતાના ખાનગી વ્યવહારોના કામો પણ ભારતમાં વ્યકિતગત સ્તરે બીપીઓ જેવું કામ કરતા લોકોને સોંપે છે. ઉદાહરણ તરીકે વિદેશની એક કંપની તેના બીલો બનાવવનું કામ ભારત મોકલે છે. ભારતમાં બે ચાર લોકોના જૂથમાં ચાલતી બીપીઓ સિસ્ટમ આવા કામ કરે છે અને તગડા પૈસા પણ કમાય છે.
ઉદ્યોગ સંગઠન સંસ્થા નાસકોમ જણાવે છે કે ભારતમાં બીપીઓ ઉદ્યોગ સાથે ૧૦૦૦થી વધુ કંપનીઓ સંકળાયેલી છે. જે ૫૪ અબજ ડોલરનો બિઝનેસ કરે છે. તેમાં ૨૦ લાખ લોકો જોબ કરી રહ્યા છે. આ બીપીઓ ઉદ્યોગને AI સાથે સાંકળીને તેને વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યો છે. AI ની અસરકારકતા એવી હશે તે તેના કારણે આખી સિસ્ટમમાં રહેલી નાની ઉણપો દુર થશે અને સમય સાચવી શકાશે. તેના માટે કોઇ સુપરવિઝનની પણ જરૂર નહીં પડે.
બીપીઓના સ્ટાફને અ AI નો ઉપોયોગ કરવાની તાલિમ અપાશે. બીપીઓ કંપનીઓ પોતાના સ્ટાફને ટ્રેનીંગ લેવા મોકલશે. દરેક બીપીઓ કંપનીને નવા આસાન અને ગ્રાહકોને ઉપયોગી સિસ્ટમની જરૂર હતી.
ટેકનોલોજીના નિષ્ણાતોએ બીપીઓમાં AI ના ઉપયોગને ટેકટોનિક શિફ્ટ નામ આપ્યું છે. ટેક મહેન્દ્ર ટોપની છ જેટલી બીપીઓ ચલાવે છે. બીપીઓમાં એજન્ટો પર કામનું ભારણ સતત વધતું રહે છે.આ કામગીરી હવે AIના કારણે આસાન બનશે. જે કામો એજંસીને હાથે કરવા પડતા હતા તે ના કારણે ઓેટોમેટીક મોડ પર આવી જશે.
મોટી કંપનીઓનો ડેટાબેઝ એટલો મોટો બની ગયો છે કે તેમાંથી તે ચેક્કસ મુદ્દા શોેધી શકતી નથી. AI ના કારણે તેને વ્યવસ્થિત ગોઠવી શકાશે. ડેટાબેઝ ભેગો કરી શકાય છે પરંતુ સમય આવે તેને પરત શોધવા બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કંપનીઓ તેના ગ્રાહકોની ફરિયાદો નો નિકાલ પણ ઝડપભેર કરી શકશે.
ભારતના બીપીઓમાં વિદેશની કંપનીઓના કોલ સેન્ટરોના પણ સમાવેશ થાય છે. તેની ચેટ ને સાચવવામાં આવે છે. તે માટે હવેથી AI નો ઉપયોગ કરાશે. ભારતના બીપીઓમાં બેંકીંગ ટ્રાન્ઝેકશન,એરલાઇન બુકીંગ વગેરે સિસ્ટમ વધુ આસાન બનાવી શકાશે.
બીપીઓ સાથે સંકળાયેલા લોકો નવી ટેકનોલોજી ઝંખતા હતા. કેમકે દરેક એકજ સિસ્ટમ પર કામ કરતા હતા હવે તેના કારણે ટેકટોેનિક શિફ્ટ ધારણ કરશે અને લોકોને વધુ ઉપયોગી બનશે.
ભારતની ટોપ ટેન બીપીઓમાં એસેન્ચર, ઇન્ફોસિસ બીપીએમ,વિપ્રો,આઇબીએમ, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન, ઇન્ટલનેટ ગ્લોબલ સર્વિસ, ટેલિપરફેર્મન્સ નો સમાવેશ થાય છે. ડબલ્યુએન એસ ગ્લોબલનો સમાવેશ થાય છે. તેને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ લીડર કહે છે. ભારતમાં તેના ૧૮ સેન્ટરો છે અને તેમાં ૨૦,૦૦૦ લોકો કામ કરે છે. વિશ્વના ટોપ ટેન બીપીઓ માટે જુઓ બોક્સ.
બીપીઓની કામગીરીમાં કોલ સેન્ટરો મુખ્ય ગણી શકાય. કેટલાક એકાઉન્ટની કામગીરી કરી છે તો કેટલાક કાયદાકીય સલાહ આપવાનું કામ પણ કરે છે.
ભારતમાં પહેલું બીપીઓ ૧૯૮૦ના દાયકાના મધ્ય ભાગમાં અમેરિકન એક્સપ્રેસે તેની જાપાન ખાતેની ઓફિસ માટેનું બીપીઓ સેન્ટર ગુરૂગાંવ ક્ષેત્રમાં ખોલ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં જનરલ ઇલેકટ્રીકે પણ ગુરગાંવ ખાતે જીઇ કેપીટલ ઇન્ટરનેશનલ સર્વિસ શરૂ કરી હતી.
હાલમાં એક અંદાજ અનુસાર ભારતમાં રજીસ્ટર થયેલા બીપીઓની સંખ્યા ૫૧૬૯ છે. જેમના ભારતના મોબાઇલ, ઇમેલ વગેરે જોવા મળે છે. ભારતમાં બીપીઓ હવે એક ઉદ્યોગ બની ગયો છે. જનું વર્ષે દહાડે ૫૪ અબજ ડોલરનું ટર્ન ઓવર છે. વિશ્વમાં બીપીઓ મારફતે થતા કામોમાં પૈકી ૫૬ ટકા જેટલા કામ ભારતમાં થાય છે.
વૈશ્વિક સ્તરે બીપીઓ ઉદ્યોગ ૧૨૦થી ૧૨૫ અબજ ડોલરનો છે. ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા બીપીઓમાં નોકરીની તકો સતત રહેલી હોય છે.
ભારતમાં બીપીઓ હબ તરીકે ગુરૂગામ છે. પહેલું બીપીઓ અમેેરિકન એક્સપ્રેસનું હતું ત્યારબાદ ત્યાં બીજા બીપીઓ ઉભા થવા લાગ્યા હતા.
ઇન્ફોસિસના ગ્લોબલ બીપીઓમાં હજારો લોકો કામ કરે છે. બીપીઓને અધર સર્વિસ પ્રોવાઇડર પણ કહે છે. કેટલીક બીપીઓ કંપનીઓ એપ્લીકેશન સર્વિસ પુરી પાડે છે જેમાં ટેલિ બેંકીંગ, ટેલિ મેડીસીન, ટેલિ એજ્યુકેશન, ટેલિ ટ્રેડીંગ, ઇકોમર્સ વગેરેનો સમાવેશ થાય છે.
- વિશ્વની ટોપ ટેન બીપીઓ કંપનીઓ
૧..એસેન્ચરઃ ૧૨૦ દેશોમાં તેના સેન્ટરો છે અને પાંચ લાખ લોકો તેમાં કામ કરી રહ્યા છે.
૨..કોગ્નીઝન્ટ: અમેરિકાની આ મલ્ટીનેશનલ કંપની બિઝનેસ ઓપરેશન માટે સ્માર્ટ ડિજીટલ સોલ્યુશનઆપે છે. બેંકો સાથે તે વધુ કામ કરે છે.
૩..કોન્સેનટ્રીક્સ: ઓટોમેટીવ, હેલ્થકેર, ફાયનાન્સ અને ઇ કોમર્સ સાથે કામ કરતી આ કંપની કેલિફોર્નિયા સ્થિત છે અને ૧૪૦ દેશોમાં તેની ઓફિસ છે.
૪..ડોક્સા ટેલેન્ટ: નાના ઉદ્યોગ એકમોને તે સહાય કરે છે. કંપની પાસે વૈશ્વિક સ્તરે કામ કરી શકે એવી ટીમ છે. તેના હાઇપરફોર્મન્સ માટે તે જાણીતી છે.
૫.. વિપ્રો: બેન્કીંગ,રીટેલ ક્ષેત્ર, ટ્રાવેલ, એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં સર્વિસ આપવામાં કંપની બહુ નિષ્ણાત છે. કંપની જેનું કામ કરે છે તેમાં મુખ્યત્વે વોલમાર્ટ,ફિલીપ્સ,એચપી વગેરેનો સમાવેશ થાય છે.
૬..જેનપેક્ટ: આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ આધારીત સર્વિસ આપતી આ કંપનીની ૩૦થી વધુ દેશોમાં ઓફિસ છે અને તેમાં ૮૫,૦૦૦ લોકો કામ કરે છે.
૭..EXL સર્વિસ: ન્યૂયોર્ક સ્થિત આ કંપની મોટા ભાગે ઇન્સ્યોરન્સ, હેલ્થકેર, લોજીસ્ટીક સોલ્યુશનમાં કામ કરે છે. તેની પાસે ૩૦,૦૦૦નો સ્ટાફ છે.
૮..ટેલીપરફોર્મન્સ: ફ્રાન્સ સ્થિત આ બીપીઓ કંપની કસ્ટમર સર્વિસ સોશ્યલ મિડીયા તેમજ ઓટોમેશનમાં કામ કરે છે.
૯..સ્કાયસ: ફ્લોરીડામાં હેડ ઓફિસ ધરાવતી આ બીપીઓ કંપની આઇટી કંપની અને આઇટી સોલ્યુશન માટે સારૂ કામ કરે છે.
૧૦..સન ટેક ઇન્ડિયા: મલ્ટી નેટવર્ક સાથે સંકળાયેલી આ કંપની ભારત સ્થિત છે. ૧૯૯૯થી આ કંપની બીપીઓ ક્ષેત્રે કામ કરે છે. ડેટા એન્ટ્રી મેનેજમેન્ટ,એસઇઓ અને ઇકોમર્સ ક્ષેત્રે તેને ફાવટ છે.
- ગણેશ દત્તા