દેશની પાંચ મોટી જાણીતી કંપનીઓએ 52 હજાર લોકોને છૂટા કર્યા છે. એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કંપનીઓએ બેરોજગારી વચ્ચે નબળી માંગને કારણે આ સેક્ટરમાં થયેલા નુકસાનને નોંધ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં વ્યાપક છટણી કરવામાં આવી છે. ધ ઈકોનોમિક ટાઈમ્સ (ET) ના અહેવાલ મુજબ, પાંચ કંપનીઓમાં 17 ટકા જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. આ કંપનીઓમાં રિલાયન્સ રિટેલ, રેમન્ડ, સ્પેન્સર, પેજ ઇન્ડસ્ટ્રીઝ અને રિટેલ ક્ષેત્રની ટાટાની ટાઇટનનો સમાવેશ થાય છે. રિલાયન્સ રિટેલમાં મોટાભાગની છટણી કરવામાં આવી છે. આ કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં 38029 કર્મચારીઓની છટણી કરી છે.

