
Adani: અદાણી ગૃપના ચેમેન ગૌતમ અદાણી પોતાના ધર્મપત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણીની સાથે શનિવારે દેશના સૌથી મોટા ધાર્મિક મહોત્સવમાં સામેલ થવા ઓડિશાના પુરી પહોંચ્યા હતા. ગૌતમ અદાણીએ પોતાના પરિવારની સાથે શ્રી જગન્નાથ રથયાત્રામાં ભાગ લીધો હતો. અદાણી આ યાત્રામાં સમગ્ર નવ દિવસ સુધી ભાગ લેશે.
દેશ-વિદેશમાં પ્રસિદ્ધ ઓડિશાના પુરીની જગન્નાથ રથયાત્રામાં અદાણી ગૃપ મહાકુંભની જેમ એક મોટું કામ પણ કરી રહી છે. અદાણી ગૃપે પુરી ધઆમમાં પ્રસાદ સેવાનો પ્રારંભ કર્યો છે. અદાણી જૂથ 26 જૂનથી 8 જુલાઈ સુધી ચાલતા આ ભવ્ય રથયાત્રામાં તમામ તીર્થયાત્રીઓ અને કાર્યકરો બંનેને મહાપ્રસાદ આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ માટે પુરીમાં ઘણા સ્થળે રસોડા બનાવ્યા અને અહીં લોકોને મહાપ્રસાદ આપવામાં આવશે.
ગૌતમ અદાણીએ પૂરીઓ તળી શાકભાજી સમારવાની સેવા કરી
મળતી માહિતી અનુસાર, ઓડિશાના પુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીની મુલાકાત દરમિયાન ગૌતમ અદાણીએ ઈસ્કોનના રસોડાની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે યાત્રાળુઓ માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં પણ મદદ કરી હતી. અદાણી ગૃપના ચેરમેને લોકો માટે પૂરીઓ બનાવી અને જમીન પર બેસીને શાકભાજી અને ફળો પણ સમારી આપ્યા હતા. આ પછી, તેમણે તેમની પત્ની સાથે રસોડાની સમગ્ર વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું.
જગન્નાથ રથયાત્રામાં, અદાણી જૂથ મહાકુંભની જેમ જ ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. અદાણી ગૃપે પુરી ધામમાં 'પ્રસાદ સેવા' શરૂ કરી છે. અદાણી ગૃપે 26 જૂનથી 8 જુલાઈ સુધી ચાલનારી આ ભવ્ય રથયાત્રા દરમિયાન તમામ યાત્રાળુઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો બંનેને મહાપ્રસાદ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે, પુરીમાં ઘણા રસોડા પણ ખોલવામાં આવ્યા છે, જ્યાં લોકોને મહાપ્રસાદ તરીકે ભોજનનું વિતરણ કરવામાં આવશે.