મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન, 1 ફેબ્રુઆરી, 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવામાં અપેક્ષા છે કે, સરકાર 1 જુલાઈ, 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે.

