
Budget: લોકસભામાં વર્ષ 2025-26નું બજેટ ભાષણ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ ફોકસ GYAN પર છે. GYANનો અર્થ-ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ.નાણાંમંત્રીએ કહ્યું કે 10 વર્ષમાં અમે બહુમુખી વિકાસ કર્યો છે. આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.
પીએમ મોદીએ પોતાના કેબિનેટ સહયોગીઓને કહ્યું કે આ બજેટ આમ આદમી માટે છે. આ ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ જ્ઞાન (ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે. નાણાકીય ક્ષેત્રના સુધારા પર પણ ધ્યાન આપશે. 100 જિલ્લામાં ધન ધન યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. બિહાર માટે ખાસ જાહેરાત કરતાં મખાનાનું ઉત્પાદન કરતાં ખેડૂતો માટે બોર્ડ બનાવવામાં આવશે
નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે અને ખેતી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર છે. અમારો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે.
કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ સુધી વધારાશે
ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન
માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.
કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
પરંપરાગત કોટન ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે. કપાસ માટે અલગથી ટેકનોલોજી વિકસાવાશે.
બિહાર માટે મખાના બોર્ડનું એલાન
સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.
5 લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.