Home / Business / Budget 2025 : Finance Minister who did not get chance to present budget

ભારતના આ નાણામંત્રીને નથી મળી બજેટ રજૂ કરવાની તક, આવું છે તેનું કારણ

ભારતના આ નાણામંત્રીને નથી મળી બજેટ રજૂ કરવાની તક, આવું છે તેનું કારણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે શનિવાર (1 ફેબ્રુઆરી 2025) ના રોજ સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. સામાન્ય બજેટમાં નબળા પડી રહેલા આર્થિક વિકાસને ટેકો આપવા અને ફુગાવા સામે ઝઝૂમી રહેલા મધ્યમ વર્ગને રાહત આપવા માટે પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે. ભારતના ઈતિહાસમાં બે એવા નાણામંત્રી રહ્યા છે જેમને બજેટ રજૂ કરવાની તક નથી મળી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બંને નાણામંત્રીઓ બજેટ રજૂ કરી શક્યા નહીં

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં, ક્ષિતિજ ચંદ્ર નિયોગી (કે.સી. નિયોગી) અને હેમવતી નંદન બહુગુણા (એચ.એન. બહુગુણા) નાણામંત્રી હોવા છતાં બજેટ રજૂ નહતા કરી શક્યા. તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના કાર્યકાળ (વર્ષ 1949) દરમિયાન કેસી નિયોગીને વચગાળાના નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એક જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર હતા. કેસી નિયોગીનો નાણામંત્રી તરીકેનો કાર્યકાળ ફક્ત 35 દિવસનો હતો, જેના કારણે તેઓ બજેટ રજૂ નહતા કરી શક્યા. જોકે, તેમણે આર્થિક નીતિઓમાં સ્થિરતા લાવવા અને સ્વતંત્ર ભારતના અર્થતંત્રને નવી દિશા આપવા માટે કામ કર્યું હતું.

બહુગુણાનો કાર્યકાળ પણ ટૂંકો હતો

કે.સી. નિયોગી પછી, જોન મથાઈએ 1950માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. અન્ય એક નાણામંત્રી એચ.એન. બહુગુણા ભારતનું બજેટ પણ રજૂ નહતા કરી શક્યા. તેમણે 1979માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રીનું પદ સંભાળ્યું હતું અને તેમણે રાજકીય ઉથલપાથલને કારણે થોડા સમય પછી રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ પણ ફક્ત સાડા પાંચ મહિનાનો હતો.

આ નાણામંત્રીએ સુથી વધુ વખત બજેટ રજૂ કર્યું હતું

નિર્મલા સીતારમણને 2019માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમણે સાત બજેટ રજૂ કર્યા છે. સ્વતંત્ર ભારતનું પહેલું સામાન્ય બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ દેશના પ્રથમ નાણામંત્રી આર. કે. શનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને બાદમાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકે કુલ 10 બજેટ રજૂ કર્યા હતા.

બજેટ રજૂ કરવાનો સમય અને તારીખ બદલાયા

પરંપરાગત રીતે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2001માં, તેનો સમય બદલવામાં આવ્યો અને અટલ બિહારી વાજપેયી સરકારમાં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું. ત્યારથી બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ, 2017માં, બજેટ રજૂ કરવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી, જેથી સરકાર માર્ચના અંત સુધીમાં સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે.


Icon