
Israel Iran War: જો ઈઝરાયલ અને ઈરાનની વચ્ચે ભૂ-રાજનીતિક તણાવ વધુ વકરે અને ખરાબમાં બરાબ તબક્કામાં પહોંચે તો આ સ્થિતિમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 150 સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો માને છે કે આ વર્તમાન સ્તરથી 103 ટકાનો મોટો વધારો હશે. જો કે, જો આ સંઘર્ષ ઓછો થશે, તો ઊર્જા બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે.
ગયા અઠવાડિયે ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાથી ઇંધણના ભાવ પર નોંધપાત્ર અસર પડી. આના કારણે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો, કારણ કે પશ્ચિમ એશિયામાં મોટા સંઘર્ષની આશંકા ફરી જાગી હતી. હુમલા પછી બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધીને ડોલર 78.5 પ્રતિ બેરલ થયા, પરંતુ પાછળથી તે ઘટીને ડોલર 75 પ્રતિ બેરલ થઈ ગયા.
નેધરલેન્ડ્સમાં કુદરતી ગૅસ માટે વર્ચ્યુઅલ ટ્રેડિંગ પોઈન્ટ, ટીટીએફ (ટાઈટલ ટ્રાન્સફર ફેસિલિટી) ગેસના ભાવ પણ ગયા અઠવાડિયે 5 ટકાથી વધુ વધીને 38.24 યુરો પ્રતિ મેગાવોટ-કલાક (MWh) થયા.
જો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને કતાર જેવા મુખ્ય ઉત્પાદક દેશો તરફથી ક્રૂડ, રિફાઇન્ડ ઉત્પાદનો અથવા લિક્વિફાઇડ નેચરલ ગૅસ (એલએનજી)નો પુરવઠો સીધો હુમલો અથવા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ખોરવાઈ જાય છે, તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ડોલર 120થી ઉપર વધી શકે છે અને લાંબો સમય આ લેવલ પર ટકી શકે છે.
રેબોબેક ઇન્ટરનેશનલના ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ માઇકલ એવરીએ જો ડેલોરા અને ફ્લોરેન્સ શ્મિટની સાથે મળીને લખેલી નોટમાં જણાવ્યું છે કે, "જો સાઉદી તેલ, ગૅસ, શિપિંગ અથવા રિફાઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવે અને તેનો નાશ કરવામાં આવે, તો પ્રારંભિક ગભરાટ ખરીદી ક્રૂડ ઓઇલના ભાવ ડોલર 120 પ્રતિ બેરલથી ઉપર, અને ડોલર 150 પ્રતિ બેરલ સુધી પણ પહેંચી શકે છે."
ઈરાનના દાવાથી તેલ બજારમાં ખળભળાટ મચી ગયો છે
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કરે છે, જે વૈશ્વિક ઉર્જા બજારો માટે એક મુખ્ય અવરોધક બિંદુ છે. આ સ્ટ્રેટ વિશ્વના 17 ટકા તેલ પ્રવાહ (આશરે 17 મિલિયન બેરલ પ્રતિ દિવસ) માટે એક ટ્રાન્ઝિટ પોઇન્ટ છે, જેમાંથી ટેન્કરો કુવૈત, ઇરાક, બહેરીન અને સાઉદી અરેબિયાથી પસાર થાય છે.
અહેવાલો અનુસાર, કતાર, ઓમાન અને યુએઈ પાસે લગભગ 98 મિલિયન ટન એલએનજી નિકાસ કરવાની ક્ષમતા છે, જે વિશ્વના એલએનજી પુરવઠાના લગભગ 18 ટકા છે. આ જથ્થાનો મોટાભાગનો જથ્થો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પણ પસાર થાય છે.
ઈક્વિનોમિક્સ રિસર્ચના સ્થાપક અને સંશોધન વડા જી. ચોક્કાલિંગમે જણાવ્યું હતું કે, “ચાલુ યુદ્ધને કારણે તેલના ભાવમાં વધુ 10 ટકાનો વધારો થઈ શકે છે. જો આંતરરાષ્ટ્રીય દબાણને કારણે લડાઈ બંધ થઈ જાય, તો તે પછી કિંમતો ઓછી થઈ શકે છે. પરંતુ જો યુદ્ધ લંબાય અને થોડા મહિના ચાલે, તો તેલનો ભાવ પ્રતિ બેરલ ડોલર 100 સુધી પહોંચી શકે છે.
ત્રણ વર્ષ પહેલા યુક્રેન પર આક્રમણના શરૂઆતી તબક્કામાં રશિયાના લગભગ 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસ (b/d) પુરવઠો બંધ થવાની આશંકાને કારણે બ્રેન્ટના ભાવ 139 ડોલર પ્રતિ બેરલ સુધી વધી ગયા હતા, પરંતુ તે ફક્ત એક અઠવાડિયા માટે હતું. ડેટા અનુસાર, કિંમતો ફક્ત પાંચ મહિના માટે ડોલર 100 પ્રતિ બેરલથી ઉપર રહી હતી.
પ્લેટ્સ ઓપેક સર્વે અનુસાર, ઈરાને મે મહિનામાં પ્રતિ દિવસ 3.25 મિલિયન બેરલ ક્રૂડનું ઉત્પાદન કર્યું હતું, જેમાં દરરોજ લગભગ 2.2 મિલિયન બેરલ રિફાઇનિંગ ક્ષમતા અને દરરોજ 6 મિલિયન બેરલ કન્ડેન્સેટ સ્પ્લિટિંગ ક્ષમતાનો ઉપયોગ થયો હતો.
જોકે, વધતા તણાવ વચ્ચે ફ્લોટિંગ સ્ટોરેજ લેવલ વધવાને કારણે મે મહિનામાં નિકાસ 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસથી નીચે આવી ગઈ.
S&P ગ્લોબલ કોમોડિટી ઇનસાઇટ્સના નજીકના ગાળાના તેલ વિશ્લેષણના વડા રિચાર્ડ જોસ્વિયાકે ચેતવણી આપી હતી કે, જો ઇરાનના ક્રૂડની નિકાસમાં અવરોધ આવે છે તો ઈરાની બેરલના એકમાત્ર ખરીદદારો, ચીની રિફાઇનર્સે અન્ય મધ્ય પૂર્વીય દેશો અને રશિયન ક્રૂડમાંથી વૈકલ્પિક ગ્રેડ શોધવો પડશે. આનાથી નૂર દર અને ટેન્કર વીમા પ્રિમીયમ વધી શકે છે, બ્રેન્ટ-દુબઈ સ્પ્રેડ ઘટી શકે છે અને ખાસ કરીને એશિયામાં રિફાઇનરીના માર્જિનને નુકસાન થઈ શકે છે, .