ફૂડ ડિલિવરી કંપની Zomatoએ હાલમાં જ તેના ગ્રાહકો માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આના દ્વારા ગ્રાહકો તેમના ઓર્ડર અગાઉથી શેડ્યૂલ કરી શકશે. હવે ગ્રાહકોને તેમનું ભોજન બે દિવસ અગાઉથી નક્કી કરવાની સુવિધા મળશે. Zomatoનું 'ઓર્ડર શેડ્યુલિંગ ફીચર' ઘણા શહેરોમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, જેને કંપની હવે વધુ વિસ્તારી રહી છે. આ જાણકારી કંપનીના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે પોતે આપી છે. તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ અંગેની માહિતી શેર કરતા દીપેન્દ્ર ગોયલે લખ્યું - હવે તમે તમારા Zomato ઓર્ડરને શેડ્યૂલ કરી શકશો. હવે તમે તમારા ભોજનનું બે દિવસ અગાઉથી આયોજન કરી શકો છો અને અમે તેને સમયસર પહોંચાડીશું.

