Home / Business : How much right does a daughter-in-law have over her in-laws' property?

સાસુ-સસરાની મિલકત પર પુત્રવધૂનો કેટલો અધિકાર હોય? જાણો શું કહે છે કાયદો

સાસુ-સસરાની મિલકત પર પુત્રવધૂનો કેટલો અધિકાર હોય? જાણો શું કહે છે કાયદો

પરિવારો વચ્ચે મિલકતને લઈ થતાં વિવાદો આપણે અનેકવાર જોયા, દેશના અનેક મોટા પરિવારોમાં મિલકતને વિવાદ ચાલતા હોય છે. ક્યારેક ભાઈઓ વચ્ચે મિલકતને લઈને વિવાદ થાય છે તો ઘણી વખત સાસુ, સસરા અને પુત્રવધૂ વચ્ચે મિલકતને લઈને વિવાદ થાય છે. આને ધ્યાનમાં રાખીને, ભારતના બંધારણમાં મિલકત વિભાજન અથવા મિલકત અંગે ઘણા નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, બધા લોકોએ આ નિયમો અને કાયદાઓથી વાકેફ રહેવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે પુત્રવધૂનો તેના સાસુ અને સસરાની મિલકત પર કેટલો અધિકાર છે? શું પુત્રવધૂ તેના સાસુ અને સસરાની મિલકત પર દાવો કરી શકે છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાસુ અને સસરાની મિલકત પર કોનો શું અધિકાર છે તે અંગે ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે. જો આપણે પુત્રવધૂ વિશે વાત કરીએ, તો તેને તેના સાસુ અને સસરાની મિલકત પર કોઈ કાનૂની અધિકાર નથી. તે જ સમયે, પુત્રવધૂ તેના પતિ દ્વારા તેના સાસુ-સસરાની મિલકત પર અધિકાર મેળવી શકે છે. જો સાસુ અને સસરા તેમની મિલકત તેમની પુત્રવધૂને તેમની ઇચ્છા મુજબ આપવા માંગતા હોય, તો તેઓ તેમ કરી શકે છે. જોકે, પુત્રવધૂ પોતાની ઇચ્છા મુજબ સાસરિયાઓની મિલકતનો દાવો કરી શકતી નથી.

કાયદો શું કહે છે?

કાયદા મુજબ, જો કોઈ પરિવાર પાસે પૈતૃક મિલકત હોય તો પુત્રવધૂ તે મિલકતનો દાવો કરી શકે છે પરંતુ પુત્રવધૂને પૈતૃક મિલકતમાં ફક્ત બે રીતે હિસ્સો મળી શકે છે. પ્રથમ, જો તેનો પતિ મિલકતના તેના હિસ્સાના હકો તેના નામે ટ્રાન્સફર કરે. બીજું, પતિના મૃત્યુ પછી, પુત્રવધૂ પૈતૃક મિલકતનો દાવો કરી શકે છે.

Related News

Icon