Home / Business : If you make cash transactions for purchasing property worth more than Rs 2 lakh, you will now have to provide information to the Income Tax Department

Business: 2 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદીમાં રોકડ લેવડ-દેવડ કરશો તો હવેથી ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવી પડશે

Business: 2 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદીમાં રોકડ લેવડ-દેવડ કરશો તો હવેથી ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવી પડશે

Income Tax: હાલમાં ફ્લેટ કે કોઇ પ્રોપટી ખરીદવા જાવ તો છો અમુક ટકા રૂપિયા કેશમાં આપવા પડે છે. જે બ્લેકમની ગણાય છે, જેનો કોઇ હિસાબ હોતો નથી. ત્યારે આવા બ્લેકમનીના વ્યવહારોને અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો હશે તો આઇટી વિભાગને તેની વિગતો આપવી પડશે. જો આ અંગે માહિતી છુપાવવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા એક પરીપત્ર કરવામાં આવ્યો છે જમા હવે 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમના રોકડ વ્યવહાર અંગે આવકવેરા વિભાગને જાણ કરવા બાબત આદેશ કરવામાં આવ્યા છે.

આ પરિપત્ર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટીશનને ટાંકીને કરવામાં આવ્યો છે. જે મુજબ જ્યારે પણ, રૂ. 2,00,000/- અને તેથી વધુની રકમ નોંધણી માટે રજૂ કરાયેલા દસ્તાવેજમાં કોઈપણ સ્થાવર મિલકતના લે-વેચ માટે રોકડ દ્વારા ચૂકવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે તો અધિકારક્ષેત્રના સબ-રજિસ્ટ્રાર અધિકારક્ષેત્રની આવકવેરા સત્તાધિકારીને તેની જાણ કરશે. 

આ ઉપરાંત જ્યારે પણ, કોઈપણ આવકવેરા સત્તાધિકારીની જાણમાં આવે છે કે રૂ. 2,00,000/- અથવા તેનાથી વધુની રકમ અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી કોઈપણ સ્થાવર મિલકતને લગતા કોઈપણ વ્યવહારમાં અથવા શોધ અથવા આકારણીની કાર્યવાહી દરમિયાન ચૂકવવામાં આવી છે, ત્યારે નોંધણી કરનાર સત્તાની નિષ્ફળતાને રાજ્ય અને યુટીના મુખ્ય સચિવની જાણમાં યોગ્ય કાર્યવાહી માટે લાવવામાં આવશે. વ્યવહારોની જાણ કરવામાં નિષ્ફળ ગયેલા અધિકારી સામે કાર્યવાહી કરવાના પણ સૂચના આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી  કે, 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમની રકમ રોકડ સ્વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવે/આપે તો તેની જાણ ઇન્કમટેક્ષ સત્તાધિકારીને કરવાની રહેશે. જ્યારે ઇન્કમટેક્ષ અધિકારીને  2 લાખ રૂપિયાની રોકડ રકમ અવેજ તરીકે આપ્યાની જાણ તેમજ તપાસ દરમિયાન અથવા અન્ય રીતે થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા મુખ્ય સચિવને જાણ કરી છે. 

સ્થાવર મિલકતની તબદીલી અથવા તબદીલીને અસર કરતાં દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય તેવા દસ્તાવેજોમાં અવેજ 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ રોકડ (Cash) સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તે દસ્તાવેજની માહિતી (દસ્તાવેજનો પ્રકાર, અવેજની વિગત, આપનાર-લેનાર પક્ષકારની વિગત) ઈન્કમટેક્ષ સત્તાધિકારીને જાણ કરવાની રહેશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર સૂચનાનું પાલન ન થવાનો કેસ અત્રેની કચેરીના ધ્યાને આવ્યેથી સંબંધિત સબ રજીસ્ટ્રાર સમક્ષ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related News

Icon