અમેરિકામાં આર્થિક ડેટામાં સુધારાના સંકેતો બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. છે. આજે સેન્સેક્સ 231 પોઈન્ટ અથવા 0.28%ના વધારા સાથે 82,366 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ અથવા 0.33%ના વધારા સાથે 25,235 પર બંધ થયો. ટ્રેડિંગના છેલ્લા દિવસે બજારની શરૂઆત મોટા ગેપ સાથે થઈ હતી. નિફ્ટીએ સતત ત્રીજા દિવસે તેની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે, જ્યારે સેન્સેક્સ પણ સતત બીજા દિવસે તેની ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે.

