
EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) ટૂંક સમયમાં કર્મચારીઓને યુપીઆઇ અને એટીએમ દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, આ નવી સુવિધા મે-2025ના અંત અથવા જૂનની શરૂઆતમાં કાર્યરત થઈ શકે છે.
હાલમાં પીએફની રકમ ઉપાડવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પરંતુ આ નવી સુવિધાથી આ કામ ઘણું સરળ થઈ જશે. આ પહેલને શ્રમ અને રોજગાર મંત્રાલયનો ટેકો છે અને તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ)ની મંજૂરી પણ મળી છે. ઇપીએઉઓના કરોડો સભ્યોને ફાયદો થયો, હવે 1 લાખ રૂપિયા સુધીની રકમ તાત્કાલિક ઉપાડી શકાશે
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરે કહ્યું કે ઇપીએફઓ તેના કરોડો સભ્યોને રાહત આપવા માટે મોટા ફેરફારો કરી શકે છે. આ અંતર્ગત હવે કર્મચારીઓ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે. વધુમાં, સભ્યો હવે યુપીઆઇ પ્લેટફોર્મ પર સીધા જ તેમના પીએફ બેલેન્સને ચેક કરી શકશે અને કોઈપણ વિલંબ વિના તેમની પસંદગીના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા સંજોગોમાં મદદરૂપ થશે જ્યારે નાણાંની તાત્કાલિક જરૂર હોય.
યુપીઆઈ સાથે જોડાયા બાદ હવે ફટાફટ ક્લેમ પ્રોસેસ થશે
ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન હવે પીએફ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. હાલમાં, ઓનલાઈન દાવો દાખલ કર્યા પછી, પૈસા મેળવવામાં ઘણા દિવસો અથવા અઠવાડિયા લાગે છે. પરંતુ હવે ઈપીએફઓ યુપીઆઇને આ પ્રક્રિયા સાથે લિંક કરવા જઈ રહ્યું છે, જેનાથી પૈસા ઉપાડવાનું વધુ સરળ અને ઝડપી બનશે.
આ ઉપરાંત ઈપીએફઓ એવી કેટલીક પરિસ્થિતિઓની યાદી બનાવી રહ્યું છે, જેમાં પીએફમાંથી પૈસા ઉપાડી શકાય. હાલમાં, તબીબી કટોકટીના કિસ્સામાં, ઘરની ખરીદી અથવા બાંધકામ, હોમ લોનની ચુકવણી, 10મા પછીના બાળકોનું શિક્ષણ, લગ્ન, બેરોજગારી, વિકલાંગો માટે સાધનસામગ્રીની ખરીદી, કુદરતી આફતને કારણે મિલકતને નુકસાન, વરિષ્ઠ પેન્શન યોજનામાં રોકાણ અને નિવૃત્તિના એક વર્ષ પહેલાં (આંશિક) ઉપાડની સ્થિતિમાં પૈસા ઉપાડવાની મંજૂરી છે.
ઈપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશનર અમિત ડાવરાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 120થી વધુ ડેટાબેઝ ડિજિટલ સિસ્ટમ સાથે જોડાયેલા છે, જેના કારણે ક્લેમ પ્રોસેસિંગનો સમય ઘટીને માત્ર 3 દિવસ થઈ ગયો છે. તેમણે કહ્યું કે હવે 95% દાવાઓ પર આપમેળે પ્રક્રિયા થઈ રહી છે. આગામી સમયમાં સિસ્ટમમાં વધુ સુધારો કરવામાં આવશે.
પેન્શનરોને પણ ડિજિટલ ફેરફારોનો લાભ મળી રહ્યો છે. ડિસેમ્બર-2024થી, લગભગ 78 લાખ પેન્શનરો દેશભરની કોઈપણ બેંક શાખામાંથી પૈસા ઉપાડી શકશે. અગાઉ, પસંદગીની શાખાઓમાંથી જ પૈસા ઉપાડી શકાતા હતા.