Home / Business : SEBI chief's big announcement regarding F&O trading, know the complete details

Business news: F&O ટ્રેડિંગને લઇને સેબીના વડાનું મોટું એલાન, જાણો સમગ્ર વિગત

Business news: F&O ટ્રેડિંગને લઇને સેબીના વડાનું મોટું એલાન, જાણો સમગ્ર વિગત

Business news:  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) જેવા જોખમી ડેરિવેટિવ ઉત્પાદનોમાં ટ્રેડિંગ કરતા પહેલા રિટેલ રોકાણકારો માટે કોઈપણ પ્રકારની યોગ્યતા પરીક્ષણની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું કે આ પગલું અવ્યવહારુ છે અને રેગ્યુલેટરી  ઓવરરીચનું જોખમ વધારી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સેબીએ ગયા વર્ષે નવેમ્બરમાં ડેરિવેટિવ્ઝમાં ખૂબ જ સટ્ટાકીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે કેટલાક પગલાં લાદ્યા હતા. સેબીના એક અભ્યાસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે F&O માં વેપાર કરતા 90% રિટેલ રોકાણકારોને નુકસાન થાય છે.

ઉદ્યોગ દ્વારા સૂચવવામાં આવેલા એપ્ટિટ્યુડ ટેસ્ટના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા, પાંડેએ કહ્યું, "હાલમાં, અમે આવું કંઈ વિચારી રહ્યા નથી." તેમણે સમજાવ્યું કે આવા પગલાંનો અમલ કરવો મુશ્કેલ જ નહીં, પણ તેમની વ્યવહારિકતા અને અસરકારકતા પર પણ પ્રશ્નો ઉભા કરશે.

તેમણે કહ્યું, "જો આપણે રિટેલ રોકાણકારો માટે આ ટેસ્ટ ફરજિયાત બનાવી દઈએ, તો કાલે કોઈ કહેશે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ. પછી પ્રશ્ન ઊભો થશે કે ટેસ્ટ કોણ લેશે, કેવી રીતે લેવામાં આવશે અને પાસ કેવી રીતે થશે?" પાંડેએ જણાવ્યું હતું કે સેબી પાસે પહેલાથી જ કેટલાક ખાસ ભાગીદારો માટે પ્રમાણપત્ર પ્રણાલી છે. ઉદાહરણ તરીકે, રજિસ્ટર્ડ રોકાણ સલાહકાર (ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર) અને સંશોધન વિશ્લેષક (રીસર્ચ એનાલિસ્ટ) માટે એનઆઇએસએમ પ્રમાણપત્ર ફરજિયાત છે. પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે કરોડો રિટેલ રોકાણકારો પર તેને લાગુ કરવું વ્યવહારુ નથી.

સેબીના વડાએ વ્યક્તિગત નાણાકીય નિર્ણયોમાં લોકોની સ્વતંત્રતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, "લોકોને પોતાની કમાણી પર નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. અમે શેરબજારમમાં ટ્રેડિંગ કરવા  માટે ઉધાર લઇને રોકાણ કરવા (લીવરેજ) માટે  પણ નિરુત્સાહિત કરીએ છીએ."

તેમણે ભાર મૂક્યો કે જોખમ લેવાની વૃત્તિ માનવ સ્વભાવ છે. તેમણે કહ્યું, “જ્યારે પણ તમને F&O ટ્રેડિંગમાં તાલીમ આપવામાં આવશે, ત્યારે તમને સિગારેટના પેકની જેમ ચેતવણી આપવામાં આવશે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ હજુ પણ લોકો સિગારેટ પીવે છે. તેવી જ રીતે, જો ટ્રેડિંગ  એક વ્યસન બની જાય, તો તેને 'વ્યસનમુક્તિ' દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે.

પાંડેએ સ્વીકાર્યું કે લોકો ઘણીવાર તેમની ભૂલોમાંથી શીખે છે અને સારા રોકાણકાર બને છે. "આપણે લોકોના પ્રયોગ કરવાના અને અનુભવમાંથી શીખવાના અધિકારનો આદર કરવો જોઈએ," તેમણે કહ્યું.

ઉચ્ચ જોખમ ધરાવતા ટ્રેડિંગમાં લીવરેજ અંગે, સેબીના વડાએ પુનરોચ્ચાર કર્યો કે સેબીનું વલણ સ્પષ્ટ છે - "અમે લીવરેજ્ડ બાયઆઉટ્સને મંજૂરી આપતા નથી. AIFs (વૈકલ્પિક રોકાણ ભંડોળ) માં પણ, લીવરેજને મંજૂરી નથી." અંતે તેમણે કહ્યું, "લોકશાહી દેશમાં લોકોના જીવન અને સંસાધનો પર તમારો સંપૂર્ણ નિયંત્રણ ન હોઈ શકે. તેમને આર્થિક સ્વતંત્રતાની સાથે નિર્ણયો લેવાનો અધિકાર હોવો જોઈએ."

Related News

Icon