
Sensex today: આજે એટલે કે, સોમવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ પછી ઘરેલું શેરબજાર આખરે રેડ ઝોનમાં બંધ થયું. મોટી રિકવરી છતાં, BSE સેન્સેક્સ 77 પોઈન્ટ અથવા 0.09ટકાના નજીવા ઘટાડા સાથે 81,373 પોઈન્ટ પર બંધ થયો, જોકે ટ્રેડિંગના અંતે તેના શરૂઆતના નુકસાનને પાછું મેળવ્યું હતું. તેવી જ રીતે, NSE નિફ્ટી પણ 34.1 પોઈન્ટ ઘટીને 24,716.60 પર બંધ થયો.
નબળા એશિયન સંકેતો અને વૈશ્વિક ટેરિફ અંગેની ચિંતાઓને કારણે, શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 762.24 પોઈન્ટ ઘટીને 80,688.77 પર બંધ થયો. તેવી જ રીતે, નિફ્ટી પણ 212.25 પોઈન્ટ ઘટીને 24,538.45 પર બંધ થયો. ટ્રેડિંગમાં નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, M&M, Eternal, Tata Consumer, Power Grid Corp મુખ્ય વધ્યા હતા,જ્યારે Hero MotoCorp, Tech Mahindra, JSW Steel, HDFC Life, Tata Steel ઘટ્યા હતા.
આઇટી અને મેટલ ઇન્ડેક્સમાં ઘટાડો
મળતી માહિતી અનુસાર, સેક્ટરોમાં પીએસયુ બેંક અને રિયલ્ટી 2-2 ટકા વધ્યા. તેનાથી વિપરીત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી અને મેટલ ઇન્ડેક્સ 0.5-0.5 ટકા ઘટ્યા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા વધ્યા હતા.
માર્કેટ પડવાનું કારણ
મળતી માહિતી અનુસાર, સોમવારે બજારમાં ઘટાડા પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શુક્રવારે 4 જૂનથી આયાતી લોખંડ, એલ્યુમિનિયમ પર ટેરિફને બેગણો કરી 50 ટકા કરવાની
ધમકી આપી. નવા ટેરિફ ઝટકાએ વૈશ્વિસ સ્તર પર બજારોને ધ્રૂજાવી દીધી છે. રોકાણકારો પસંદગીના શેરોમા નવા વસૂલી કરી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો ભારતીય શેરોની ખરીદી ઓછી કરી છે, જેનાથી બજારમાં પર દબાણ પડી રહ્યું છે. આની સાથે ઘરેલું બજારમાં નવા પોઝિટિવ સંકેતોનો અભાવ છે, જેના ચલતા મુખ્ય ઈન્ડેક્સ પર ન જઈ શક્યો.
એશિયન માર્કેટમાં આજનું વલણ કેવું રહ્યું?
મળતી માહિતી અનુસાર, એશિયન બજારોમાં જાપાનના નિક્કો અને હોંગકોંગના હેંગસેંગ નીચે બંધ થયો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી પોઝિટિવ બંધ થયો, ચીનમાં બજારમાં રજા હતી. યુરોપિયન બજારમાં મધ્ય સત્રના સોદામાં ઘટાડા જોવા મળ્યા. શુક્રવારે અમેરિકીન બજાર મિશ્ર વલણની સાથે બંધ થયું હતું.
રૂપિયો 16 પૈસા મજબૂત
અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો સોમવારે 16 પૈસા વધીને 85.39 પર બંધ થયો. નબળી અમેરિકન ચલણ અને રિઝર્વ બેંદ દ્વારા પ્રમુખ વ્યાજ દરમાં અને કાપની આશામાં આને મદદ મળી. વિદેશી હૂંડિયામણ વેપારીઓનું કહેવું હતું કે, અસ્થિર શેરબજાર, વિદેશી ફંડોનો ઉપાડ અને ક્રૂડ ઓઈલના ઉંચા ભાવને લીધે સ્થાનિક એકમોમાં જલ્દી ઝડપ ન થઈ શકી.