Home / Business : Silver prices will cross one lakh rupees

ચાંદીના  ભાવ એક લાખને પાર જશે, નિષ્ણાતો કહે  છે કે, હજુ પણ ભાવ વધશે

ચાંદીના  ભાવ એક લાખને પાર જશે, નિષ્ણાતો કહે  છે કે, હજુ પણ ભાવ વધશે

થોડા દિવસ પહેલા સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા અને હવે ચાંદી વિશે પણ આવા સમાચાર આવી રહ્યા છે. ચાંદી 1 લાખ રૂપિયા સુધી પહોંચવાની છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચાંદી ફરીથી એક લાખ રૂપિયાને પાર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના જણાવ્યા અનુસાર, આજે ગુરુવારે ચાંદીનો ભાવ ફરી એક લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયો. મૂળ કિંમત લગભગ ૯૮,૪૯૨ રૂપિયા હતી, પરંતુ જ્યારે તેમાં ૩% GST ઉમેરવામાં આવ્યો ત્યારે ચાંદીનો ભાવ ૧,૦૧,૩૪૬ રૂપિયા થઈ ગયો. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાથી ઉપર ગયો છે.

ચાંદીમાં ભાવ વધારાનું કારણ શું છે?

વિશ્લેષકો કહે છે કે ચાંદીની માંગ ઘણી છે પરંતુ પુરવઠો એટલે કે ઉત્પાદન ઓછું છે. ભાવ વધારાનું આ એક મોટું કારણ છે. વેલટ્રસ્ટના સીઆઈઓ અને સ્થાપક અરિહંત બરડિયાએ જણાવ્યું છે કે 2025 સતત પાંચમું વર્ષ હશે જ્યારે ચાંદીની અછત રહેશે. તેમણે કહ્યું કે ઔદ્યોગિક કાર્યોમાં ચાંદીની માંગ વધી રહી છે, પરંતુ ખાણકામ અને રિસાયક્લિંગમાંથી ચાંદીનો પુરવઠો વધી રહ્યો નથી. આ કારણે સતત અછત રહે છે.

ચાંદીની અછત એક ગંભીર સમસ્યા

અરિહંત બરડિયાએ જણાવ્યું હતું કે આ એક વખતની ઘટના નથી, પરંતુ આ અછત  હવે કાયમી  સમસ્યા બની ગઈ છે. તેમણે કહ્યું કે 2021 થી અત્યાર સુધી, દર વર્ષે 79 મિલિયન ઔંસથી 250 મિલિયન ઔંસ સુધીની ચાંદીની અછત રહી છે.

બર્દિયાએ જણાવ્યું હતું કે, ચાંદીનો વપરાશ સૌથી વધારે ઘરેણાઓમાં નહીં પરંતુ ગ્રીન ટેકનોલોજીમાં થઇ રહ્યો છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રીક ગાડીઓ અને ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓમાં મહત્ત્મ ચાંદીનો વપરાશ છે. આ બધાના કારણે ચાંદીની માગ સતત વધી રહી છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે આ માંગ વધી રહી છે.

રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

'રિચ ડેડ પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સોનાની કિંમત $25,000, ચાંદીની કિંમત $70 અને બિટકોઈનની કિંમત $5 લાખથી $10 લાખ સુધી વધી શકે છે. તેમનું એમ પણ માનવું છે કે હાલમાં ચાંદીના ભાવને ઓછો આંકવામાં આવે છે. બર્દિયાએ ચેતવણી આપે છે કે ચાંદી ખૂબ જ અસ્થિર ધાતુ છે. તેથી, રોકાણકારોએ સાવધાની સાથે આગળ વધવું જોઈએ. તેમણે પોર્ટફોલિયોના માત્ર 5% ચાંદીમાંજ  રોકાણ કરવાની અને મોટા નુકસાનથી બચવા માટે સ્ટોપ-લોસનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

Related News

Icon