
માર્ચ સિરીઝના પ્રથમ દિવસે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજના ટ્રેડિંગમાં, નિફ્ટી 420.35 પોઈન્ટ્સ અથવા 1.86% ઘટીને 22,124.70 ના સ્તર પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 1,414.33 પોઈન્ટ્સ અથવા 1.89% ઘટીને 73,198ના સ્તર પર બંધ થયો હતો.
આ સાથે, બંને ઈન્ડેક્સ સતત પાંચમા મહિને ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઇની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ.7 લાખ કરોડનો ઘટાડો થયો છે.
બજાર નવ મહીનાના નીચલા સ્તરે બંધ થયું છે. નિફ્ટીમાં આઠ મહીનાની સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેએસઇમાં તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મીડ કેપ અને સ્મોલ કેપમાં જોરદાર વેચવાલી નીકળી હતી. આઇટી, ઓટો, પીએસઇ, ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. એનર્જી મેટલ અને ફાર્માં શેરોમાં પણ વચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. સ્મોલ કેપ ઇન્ડેક્સ આ મહીના દરમિયાન લગભગ 13 ટકા અને નિફ્ટી મીડ કેપ ઇન્ડેક્સ 11 ટકા તૂટ્યો છે. સેન્સેક્સ 1414 પોઇન્ટ ઘટીને 73198 અને નિફ્ટી 420 પોઇન્ટ ઘટીને 22125 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
બેન્ક નિફ્ટી 399 પોઇન્ટ ઘટીને 48345 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. મીડ કેપ 1222 પોઇન્ટ ઘટીને 47915ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સેન્સેક્સમાં 30માંથી 29 શેરો ઘટ્યા હતાં. નિફ્ટી-50માં પણ 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્કમાં 12માંથી દસ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
આજના ટોપ ગેઇનર્સ સ્ટોક્સ
આજના ટ્રેડિંગ સેશનમાં એચડીએફસી બેન્કે નિફ્ટી 50માં સમાવિષ્ટ શેરોમાં સૌથી વધુ વધારો કર્યો છે. તે 1.87%ના ઉછાળા સાથે રૂ. 1,732ના સ્તરે બંધ થયો હતો, જ્યારે શ્રીરામ ફાઈનાન્સનો શેર 1.74% વધીને 617.30ના સ્તરે બંધ થયો હતો. આ પછી, કોલ ઇન્ડિયા લિમિટેડ 1.52% ના વધારા સાથે 369.35 ના સ્તર પર બંધ થયો, જ્યારે ટ્રેન્ટ 0.97%ના ઉછાળા સાથે 4,852 ના સ્તર પર બંધ થયો. આ સિવાય હિન્દાલ્કોના શેર 0.38%ની મજબૂતી સાથે 634.35ના સ્તર પર બંધ થયા છે.
આજના ટોપ લુઝર્સ સ્ટોક્સ
તે જ સમયે, સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રાના શેરમાં નોંધાયો છે. આ 6.33% ઘટીને 1,488 ના સ્તરે બંધ થયા, જ્યારે વિપ્રોના શેર 5.73% ઘટીને 277.65ના સ્તરે બંધ થયા. આ પછી ઇન્ડસઇન્ડ બેન્ક 5.41%ના ઘટાડા સાથે 990.10 પર બંધ થયો, જ્યારે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 5.19%ના ઘટાડા સાથે 2,585 પર બંધ થયો. આ સિવાય ભારતી એરટેલ 4.86% ઘટીને 1,570ના સ્તરે બંધ રહ્યો હતો.
તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે
આજે તમામ ક્ષેત્રીય ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી બેન્ક 0.82% નબળો પડીને 48,345 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી મેટલ 1.92% ઘટીને 19,814ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 2.62% ના ઘટાડા સાથે 50,689 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટોમાં 3.92%નો ઘટાડો નોંધાયો હતો અને તે 20,499ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી આઇટી મહત્તમ 4.18%ના ઘટાડા સાથે 37,318ના સ્તરે બંધ રહ્યો હતો.
આ સમાચાર બાદ વેચવાલી હાવી થઇ ગઇ
ગઈકાલે એટલે કે ગુરુવારે, યુએસ પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર 25% ટેરિફ 4 માર્ચથી લાગુ કરવામાં આવશે. વધુમાં, તેમણે યુરોપિયન યુનિયનમાંથી શિપમેન્ટ પર 25% ટેરિફની હાકલ કરતી વખતે ચીનમાં બનેલી ચીજવસ્તુઓ પર 10% ટેરિફ લાદ્યો હતો. વેપાર નીતિઓની આસપાસની આ અનિશ્ચિતતા બજારની અસ્થિરતા તરફ દોરી ગઈ છે.