રોકાણકારોએ ચીન અને અમેરિકાના બજારોમાં સારી તકો જોઈ. 'ભારત વેચો, ચીન ખરીદો'નું સૂત્ર લાંબા સમયથી બજારમાં વાયરલ થયું હતું અને એફઆઇઆઇએ ભારતીય બજારોમાંથી જંગી ભંડોળનો આઉટ ફ્લો શરૂ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી ખૂબ જ નબળી પડી હતી. શેરબજારનો ઘટાડો હવે વધુ ઊંડો બની રહ્યો છે. સ્મોલકેપ અને મિડકેપમાં ભારે ઘટાડા બાદ હવે બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં તકલીફ વધી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સપ્ટેમ્બર 2024 માં તેમના ઓલટાઈમ ઉચ્ચ સ્તરોથી 12%થી વધુ ઘટ્યા છે.

