
વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેતોની વચ્ચે ગુરુવારે (20 ફેબ્રુઆરી) સ્થાનિક શેરબજારો ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયા. ઇન્ડેક્સમાં ભારે ભાર ધરાવતા એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા શેરોમાં ઘટાડાએ બજારને નીચે તરફ ખેંચ્યું હતું. આ ઉપરાંત, ઉતાર-ચઢાવ વચ્ચે સાપ્તાહિક એક્સપાયરીનાં દિવસે બજાર નરમ રહ્યું હતું અને કારોબારનો અંત પણ લગભગ સમાન જ રહ્યો હતો.
બીએસઇનો 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 200થી વધુ પોઈન્ટ ઘટીને 75,672ના સ્તર પર ખુલ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે ઘટીને 75,463 પોઈન્ટ થઈ ગયો હતો. તે છેલ્લે 203.22 પોઈન્ટ અથવા 0.27% ઘટીને 75,735 પર બંધ રહ્યો હતો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 પણ ઘટાડા સાથે 22,821 પોઈન્ટ પર લાલ નિશાનમાં ખુલ્યો હતો. અંતે તે 19.75 પોઈન્ટ અથવા 0.09% ઘટીને 22,913.15 પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટી50ના 50 શેરોમાંથી 28 વધીને બંધ થયા હતા. શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને ભારત ઈલેક્ટ્રોનિક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેઓ 4 ટકા જેટલા ઊંચા બંધ હતા.
ટોપ લૂઝર્સ
સેન્સેક્સ કંપનીઓમાં એચડીએફસી બેન્કના શેર 2.35% ઘટીને બંધ થયા છે. આ સિવાય મારુતિ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, ટાઈટનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
ટોપ ગેઇનર્સ
બીજી તરફ, એનટીપીસી અને મહિન્દ્રાના શેરો મહિને 3%થી વધુ વધીને બંધ થયા છે. ઉપરાંત અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, ઈન્ફોસીસ પણ ઉછાળા સાથે બંધ થયા હતા.
20 ફેબ્રુઆરીએ શેરબજારનું પ્રદર્શન કેવું રહ્યું?
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, “સાપ્તાહિક એક્સપાયરીનાં દિવસે બજારો સુસ્ત રહ્યા હતા. પ્રારંભિક ઘટાડા પછી, નિફ્ટી મર્યાદિત રેન્જમાં વધઘટ સાથે 22,912.90 પર બંધ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સના ટ્રેન્ડ મિશ્ર રહ્યા હતા. મેટલ, એનર્જી અને ઓટો ટોપ ગેનર તરીકે ઉભરી આવ્યા હતા. જ્યારે બેન્કિંગ અને આઈટીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. દરમિયાન, બ્રોડર બજારોએ સતત બીજા સત્રમાં તેમનો લાભ લંબાવ્યો હતો. "સ્મોલકેપ્સ અને મિડકેપ્સ બંનેમાં લગભગ દોઢ ટકાનો વધારો થયો છે."
બેન્ક નિફ્ટી અને નિફ્ટી ફાયનાન્સિયલમાં ઘટાડો
એનએસઇ પરના કસેક્ટરલ ઇન્ડેક્સ મિશ્ર વલણમાં બંધ થયા છે. નિફ્ટી ઓટો, નિફ્ટી પીએસબી, મેટલ, રિયલ્ટી, ઓએમસી અને મીડિયા ઈન્ડેક્સ 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ બેન્ક નિફ્ટી, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઇટી, ફાર્મા અને પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ 0.75 ટકા સુધીના નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.
કેવું રહ્યું બુધવારે બજાર?
ઉતાર-ચઢાવની વચ્ચે ગુરુવારે સ્થાનિક શેરબજારો નજીવા નીચામાં બંધ થયા. બીએસઇના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 28.21 પોઈન્ટ અથવા 0.04%ના ઘટાડા સાથે 75,939.18ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 12.40 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 22,932 પર બંધ થયો હતો.
નિફ્ટી પર એક્સપર્ટ વ્યુ
નેશનલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક નિફ્ટી 50 પર પોતાનો અભિપ્રાય આપતા, જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના રાહુલ શર્માએ જણાવ્યું હતું કે નિફ્ટી હાલમાં ન તો બુલ્સના ઝોનમાં છે કે ન તો બેયર્સના ઝોનમાં છે. હવે, બજારો કદાચ એવા ટ્રિગરની રાહ જોઈ રહ્યા છે જે કાં તો મોટું બ્રેકડાઉન અથવા બ્રેકઆઉટ આપશે.
રાહુલ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જો નિફ્ટી 22800ના સ્તરની નીચે પહોંચશે તો તે 22,500 માટે દરવાજા ખોલશે. અપસાઇડ લેવલ હાલમાં 23,000 પર છે, તેથી જો તે 23,000ની ઉપર બંધ થાય તો આપણે નિફ્ટી 23,300 સુધી પહોંચવાની અપેક્ષા રાખી શકીએ છીએ.