એક પ્રખ્યાત અમેરિકન બેબી બ્રાન્ડે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. આ બ્રાન્ડનું નામ ફ્રિડા છે. આ બેબી બ્રાન્ડે બ્રેસ્ટ મિલ્ક (સ્તન દૂધ) ના સ્વાદવાળી આઈસ્ક્રીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી, ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો. કંપનીએ કહ્યું છે કે જે લોકો આ નવી આઈસ્ક્રીમનો સ્વાદ ચાખવા માંગે છે તેમણે નવ મહિના રાહ જોવી પડશે. કંપની કહે છે કે તેઓ માતાના દૂધનો સ્વાદ કેવો હોય છે તે પ્રશ્નનો જવાબ મેળવવા માંગે છે.

