Home / Business : Trump gives another blow to China, Dragon will now have to pay 145% tariff

ટ્રમ્પે Chinaને આપ્યો વધુ એક ઝટકો, ડ્રેગનને હવે 145% Teriff ચૂકવવો પડશે

ટ્રમ્પે Chinaને આપ્યો વધુ એક ઝટકો, ડ્રેગનને હવે 145% Teriff ચૂકવવો પડશે

US-China Trade Relations War: ટેરિફને લઈને અમેરિકા અને ચીન(America and China) વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ(Tariffs on imported goods) વધારીને 145 ટકા કર્યો છે. આ 145 ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય(Fentanyl supply) માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો 20 ટકા Teriff પણ શામેલ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચીને આ અંગે કડક પ્રતિક્રિયા

અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે, ચીન પર કુલ ટેરિફ 145 ટકા છે. ફેન્ટાનાઈલ દાણચોરીમાં(Fentanyl smuggling) ચીનની કથિત ભૂમિકાને કારણે તેના પર વધારાનો 20 ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, 'અમારા દરવાજા વાતચીત માટે ખુલ્લા છે, પરંતુ અમે દબાણ અને ધમકીઓથી ડરવાના નથી.'

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (નવમી એપ્રિલ) અમેરિકામાં પ્રવેશતા ચીની ઉત્પાદનો પર 125 ટકા ટેરિફની(125 percent Teriff on Chinese products) જાહેરાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી હતી કે ચીન પર ટેરિફ વધીને 145 ટકા(Tariffs increased to 145 percent) થઈ ગયો છે, સાથે જ ફેન્ટાનિલ પર ચીન પર પહેલાથી જ 20 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

ફેન્ટાનાઈલ શું છે?

ઉલ્લેખનીય છે કે, ફેન્ટાનિલ એક સિન્થેટિક ડ્રગ્સ છે(Fentanyl is a synthetic drug), જેનો ઉપયોગ પીડા નિવારક અને એનેસ્થેટિક તરીકે થાય છે. મતલબ, આ એક એવું રસાયણ છે જે મગજના ચોક્કસ ભાગ પર કામ કરીને પીડાને નિયંત્રિત કરે છે. ફેન્ટાનિલ(Fentanyl) એક કૃત્રિમ દવા છે કારણ કે તે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તે મોર્ફિન કરતાં 100 ગણું વધુ મજબૂત અને હેરોઈન જેવા ખતરનાક ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ શક્તિશાળી છે. આનાથી ખ્યાલ આવી શકે છે કે ફેન્ટાનિલ કેટલું ખતરનાક છે.

 

Related News

Icon