Home / World : China responds to Donald Trump's tariffs, imposes 84% ​​tariff on American products

Tariff War: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જવાબ, અમેરિકન ઉત્પાદનો પર 84% ટેરિફ લાદ્યો

Tariff War: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો ચીને આપ્યો જવાબ, અમેરિકન ઉત્પાદનો પર 84% ટેરિફ લાદ્યો

Trade War: તાજેતરમાં જ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી વિશ્વ ખળભળી ઊઠ્યું છે. અન્ય દેશો સહિત ટ્રમ્પે ચીન(China) પર આકરો ટેરિફ(Teriff) લાદી દીધો છે અને હજુ પણ વધારો કરવાની ચીમકી આપી છે. એવામાં ડ્રેગન શાંત બેસી રહે એવું તો કેમ બને? ટ્રમ્પના ટેરિફ વોરની સામે ચીને સાત ધાતુઓની નિકાસ રાતોરાત બંધ કરી દીધી છે, તે બાદ ફરી અમેરિકન વસ્તુઓ પર  84 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાદવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ટ્રેડ વોર(Trade War) અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ટ્રમ્પે ચીન પર 104% પ્રતિશોધક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેના જવાબમાં ચીને આજે જાહેરાત કરી છે કે, તે ગુરુવારથી અમેરિકન વસ્તુઓ પર 84 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 34 ટકા કરતા ઘણો વધારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ચીનની વસ્તુઓ પર 104 ટકાનો જંગી ટેરિફ લાદ્યા બાદ ચીને આ પગલું ભર્યું છે.

 

Related News

Icon