Home / Business : Women's investment in mutual funds has doubled in 5 years

Women's Day 2025 / મ્યુચ્યુઅલ ફંડમાં મોટા પાયે ઈન્વેસ્ટ કરી રહી છે મહિલાઓ, 5 વર્ષમાં બમણું થયું રોકાણ

Women's Day 2025 / મ્યુચ્યુઅલ ફંડમાં મોટા પાયે ઈન્વેસ્ટ કરી રહી છે મહિલાઓ, 5 વર્ષમાં બમણું થયું રોકાણ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ભારતીય મહિલાઓના આર્થિક સશક્તિકરણનું એક નવું ચિત્ર ઉભરી રહ્યું છે. હવે મહિલાઓ ફક્ત બચત જ નથી કરતી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણ વધારી રહી છે જેના પગલે મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ 5 વર્ષમાં બમણું થવા સાથે એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માં તેમનો હિસ્સો 33 ટકા સુધી પહોંચ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) અને ક્રિસિલના તાજેતરના અહેવાલ મુજબ, પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનો હિસ્સો બમણો થયો છે. કુલ વ્યક્તિગત રોકાણકાર એયુએમમાં મહિલાઓ હવે 33 ટકા હિસ્સો ધરાવે છે. તેનો અર્થ એ કે દરેક 100 રૂપિયામાંથી 33 રૂપિયા મહિલા રોકાણકારોના છે. આ દર્શાવે છે કે તેઓ સંપત્તિ નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.

5 વર્ષમાં બમણું થયું રોકાણ

અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓનું રોકાણ બમણું થયું છે. માર્ચ 2024 સુધીમાં કુલ વ્યક્તિગત રોકાણકારોના એયુએમ હિસ્સામાં મહિલાઓનો હિસ્સો 33 ટકા હતો. મહિલાઓ દ્વારા કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ 2019માં 4.59 લાખ કરોડ રૂપિયાથી વધીને 11.25 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

મહિલાઓમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણના પસંદગીના માધ્યમ તરીકે ઉભરી આવેલ છે. 2019 અને 2024 દરમિયાન મહિલાઓની SIP એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 319.3 ટકા વધીને માર્ચ 2024 સુધીમાં કુલ SIP એયુએમના 30.5 ટકા સુધી પહોંચી ગઈ. આ વૃદ્ધિ દર્શાવે છે કે મહિલાઓ શિસ્ત અને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે SIP વધુને વધુ અપનાવી રહી છે.  

મહિલાઓ હવે વધુ વળતર આપતા રોકાણ વિકલ્પો તરફ આગળ વધી

છેલ્લા પાંચ વર્ષમાં, મહિલાઓએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડને વધુ પ્રાધાન્ય આપ્યું છે. 2019માં ઈક્વિટી એયુએમમાં તેમનો હિસ્સો 43.3 ટકા હતો, જે વધીને 63.7 ટકા થવાની ધારણા છે. આ જ સમયગાળા દરમિયાન, ડેટ ફંડ્સમાં તેમનું રોકાણ 22.7 ટકાથી ઘટીને 10.7 ટકા થયું છે. આ દર્શાવે છે કે મહિલાઓ હવે વધુ વળતર આપતા રોકાણ વિકલ્પો તરફ આગળ વધી રહી છે.

2019માં ઈન્ડેક્સ ફંડ્સ અને ઈટીએફમાં, મહિલાઓનો હિસ્સો 2.5 ટકા હતો, જે 2024માં વધીને 4.1 ટકા થયો છે. રસપ્રદ વાત એ છે કે, મહિલાઓનું સોનાનું રોકાણ 5.2 ટકાથી ચાર ગણું વધીને 24.9 ટકા થયું છે, જે દર્શાવે છે કે મહિલાઓ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા સોનાના રોકાણને વધુ પ્રાથમિકતા આપી રહી છે.

નાના શહેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પહોંચ સતત વધી રહી છે

દેશના ટોચના 30 શહેરો હજુ પણ મહિલા રોકાણકારોના કુલ એયુએમમાં પ્રભુત્વ ધરાવે છે અને 74.8 ટકા ફાળો આપે છે, જ્યારે B30 શહેરો (ટોચના 30 સિવાયના શહેરો) માં મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી રહી છે. 2019માં B30 શહેરોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 20.1 ટકા હતો, જે વધીને 25.2 ટકા થવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે નાના શહેરોમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પહોંચ સતત વધી રહી છે. 

Related News

Icon