
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) ઉપર ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડ (અગાઉ કેડિલા હેલ્થકેર લિમિટેડ તરીકે જાણીતી) ના લિસ્ટિંગના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મુંબઈમાં બીકેસી ખાતે 2 મે, 2025ના રોજ બેલ રિંગિંગ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝાયડસ લાઈફસાયન્સિસના ચેરમેન પંકજ આર. પટેલ, મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિંલ પટેલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણેશ નાયક અને CFO નીતિન પારેખ સહિતના વરિષ્ઠિત અધિકારીઓ સહિત સિનિયર એક્ઝિક્યુટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ અને ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણ જેવા મહાનુભાવોએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
છેલ્લા 24 વર્ષમાં કંપનીનું વેચાણ 478 કરોડ રૂપિયાથી 17 ટકા સીએજીઆર સાથે વધીને 19,022 કરોડ રૂપિયા થયું છે, ઓપરેટિંગ પ્રોફિટ 20 ટકા સીએજીઆર સાથે 70 કરોડ રૂપિયાથી વધીને 5,384 કરોડ રૂપિયા તથા પ્રોફિટ આફ્ટર ટેક્સ 21 ટકા સીએજીઆર સાથે 38 કરોડ રૂપિયાથી વધીને 3,860 કરોડ રૂપિયા થયો છે. (31 માર્ચ, 2000થી 31 માર્ચ, 2024 સુધીનો સમયગાળો).
કંપનીના આઇપીઓમાં 1 લાખ રૂપિયાનું રોકાણ વધીને 30 એપ્રિલ, 2025 સુધીમાં 60 લાખ રૂપિયા થયું છે (ડિવિડન્ડ અને બાયબેક સહિત), જે રોકાણના લગભગ 60 ગણું છે અને 19 ટકા સીએજીઆર સૂચવે છે. તેનાથી હીતધારકોના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.