
GST: ગત મહિને એટલે કે, એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન 2.37 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જે વર્ષ-2017 જુલાઈ જીએસટી શરૂ થયા પછી આ બીજું સૌથી મોટું કલેક્શન છે.
નવા મહિનાની શરૂઆતમાં દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર વધારો થયો છે. આ વધારાની સાથે જીએસટી કલેક્શન રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે. એપ્રિલમાં વસ્તુ અને સેવા કર જીએસટી કલેક્શન દર વર્ષે 12.6 ટકાના દરે વધી 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે.
એપ્રિલ-2024માં જીએસટી કલેક્શન 2.10 લાખ કરોડ રૂપિયા હતી, જે પહેલી જુલાઈ 20217ના રોજ આ ઈન ડાયરેકટર ટેક્સ વ્યવસ્થા શરૂ થયા પછીથી આ બીજું સૌથી મોટું કલેક્શન છે. માર્ચ-2025માં આ કલેક્શન 1.96 લાખ કરોડ રૂપિયા હતું. ઘરેલું લેવડ-દેવડથી જીએસટી 10.7 ટકાથી વધી આશરે 1.9 લાખ કરોડ રૂપિયા થયું, જે આયાતી વસ્તુઓથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ ગઈ છે.
ગુજરાતના GST કલેક્શનમાં ડબલ ડિજિટ ગ્રોથ
રાજ્યવાર જીએસટી કલેક્શનને ધ્યાનમાં લઈએ તો લક્ષદ્વીપમાં સૌથી વધુ 287 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો હતો. ગતમહિને માર્ચમાં ગુજરાતમાં રૂ. 12095 કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે એપ્રિલમાં 13 ટકા વધી રૂ. 14970 કરોડ નોંધાયુ છે. નોંધનીય છે, મિઝોરમમાં સૌથી ઓછો 28 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો.
ભારતમાં વિવિધ ગુડ્સ અને સર્વિસિઝ પર ચાર સ્લેબમાં જીએસટી વસૂલાય છે. જેમાં 5 ટકા જીએસટી, 12 ટકા જીએસટી, 18 ટકા જીએસટી અને 28 ટકા જીએસટી સામેલ છે. દેશમાં જુલાઈ, 2017માં જીએસટી લાગુ થયા બાદ જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ પર જીએસટી રેટમાં ઘણીવાર સંશોધન કરવામાં આવ્યા છે.