Home / Gujarat / Gandhinagar : Now you don't have to go far to buy gold and silver, gold ATM launched in Gandhinagar

Gandhinagar: સોના-ચાંદી ખરીદી માટે હવે દૂર નહિ જવું પડે, ગાંધીનગરમાં ગોલ્ડ ATM શરૂ કરાયું

Gandhinagar: સોના-ચાંદી ખરીદી માટે હવે દૂર નહિ જવું પડે, ગાંધીનગરમાં ગોલ્ડ ATM શરૂ કરાયું

Gandhinagar Gold ATM: અત્યાર સુધી તમે રોકડ નાણાં કે મિનરલ વોટરના ATM મશીન અંગે સાંભળ્યું હશે, પરંતુ હવે ગુજરાતમાં અને એ પણ ગાંધીનગરમાં GOLD ATM પણ આવી ચૂક્યું છે. શહેરના સેક્ટર-2માં બગીચા સામે ચારવેદ કોમ્પ્લેક્સમાં GOLD ATM ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાંથી 24 કલાકમાં ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે. ATM કાર્ડ તેમજ અન્ય ડિજિટલ કાર્ડ કે યુપીઆઈ થકી આ ખરીદી સરળતાથી કરી શકાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ATMમાં 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કા
આ ગોલ્ડ ATMની મદદથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું GOLD ATM છે. થોડા દિવસ અગાઉ સુરતમાં ગોલ્ડ ATM શરૂ કરાયું છે અને હવે ગાંધીનગરમાં પણ ગોલ્ડ ATM શરૂ કરાયું છે, જેના થકી પાટનગરના નાગરિકો ગમે તે સમયે સરળતાથી અને ઝડપથી સોના-ચાંદીના સિક્કાની પારદર્શી રીતે ખરીદી કરી શકશે.

24 કલાકમાં ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે
મહત્વનું છે કે વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવતી હોય છે. જોકે રાતના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોય તો તેની ખરીદી કરી શકાતી નથી, પરંતુ હવે આ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. ડિજિટલ યુગમાં હવે આવી અનેક નવી બાબતો ગ્રાહકો માટે વધુ સરળતા આપનારી રહેશે.

ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નીવડશે
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્યએ GOLD ATMનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "આ એક સારી વ્યવસ્થા છે, જે ગાંધીનગરવાસીઓ માટે ઉપયોગી નીવડશે. આપણે ત્યાં સોના-ચાંદીનું ખૂબ મહત્વ છે." કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, ગોલ્ડ ATM કંપનીના ચેરપર્સન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related News

Icon