
દેશમાં પંજાબ, ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામો આવ્યા બાદ આમ આદમી પાર્ટીના લીડર કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના શાનદાર વિજય બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત અને પંજાબના લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. બંને જગ્યાએ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં વિજયનું માર્જિન લગભગ બમણું રહ્યું છે.
ચુંટણીના આ પરિણામો દર્શાવે છે કે પંજાબના લોકો અમારી સરકારના કામકાજથી ખૂબ ખુશ છે અને તેમણે 2022 કરતાં વધુ મતદાન કર્યું છે. ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં નવી આશા જુએ છે.
https://twitter.com/ArvindKejriwal/status/1937070364896505905
ગુજરાત અને પંજાબ બંને જગ્યાએ કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો - "આપ" ને હરાવવાનો. પરંતુ લોકોએ બંને જગ્યાએ આ બંને પક્ષોને નકારી કાઢ્યા છે. આમ આદમી પાર્ટીને ભરપૂર મત આપ્યા છે.
https://twitter.com/AamAadmiParty/status/1937072544265146508
આપ પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું કે વિપક્ષના લોકો લુધિયાણા પેટાચૂંટણીને સેમી ફાઈનલ બતાવી રહ્યા હતા. અમે સેમીફાઈનલ જીતી લીધી છે અને હવે ભગવંત માનના નેતૃત્ત્વમાં ફાઈનલ પણ જીતી લઈશું. આ જીત આમ આદમી પાર્ટીના કામની રાજનીતિની જીત છે. જ્યારે ગુજરાત વિસાવદરમાં પણ ગોપાલ ઈટાલિયાને જીતવા બદલ અભિનંદન પાઠવું છું. તે સિંહ છે.... જે હવે ગુજરાત વિધાનસભામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેડૂતોનો અવાજ ઉઠાવશે.