
ગુજરાત મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વચ્ચે આજે બેઠક થઈ છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને નાદ બ્રહ્મ કલા કેન્દ્રમાં નિર્માણને લઈને બેઠક મળી છે. CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ વચ્ચે બેઠક મળી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ છે.
મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત નાદ ભ્રમ કલા કેન્દ્ર કમિટીના સભ્યોની બેઠક મળી હતી. ગાંધીનગરમાં નિર્માણ પામનાર ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રને લઈને બેઠક મળી હતી. નાદ બ્રહ્મ કલા કેન્દ્રની ફાઇનલ ડિઝાઇન પસંદ કરાઈ હતી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફળવાયેલ ગાંધીનગર ખાતેના પ્લોટમા ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.
‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રમાં ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળતું થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના લોકો નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રના નિર્માણ કમિટીમાં સામેલ છે.