જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિને અટકાવી દીધી છે.
એવામાં સુરત શહેરમાં આહીર સમાજના જળસંચય સમિતિ કાર્યક્રમમાં સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સી.આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'તમે જોયું હશે ને વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું પાકિસ્તાનને પાણી બંધ કર્યું. કેવો થયો બિલાવલ બુટ્ટો બીલાલ જેવો થઈ ગયો હતો. બિલાલે કહ્યું હતું કે, નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. તો તેના વળતામાં સી.આર.પાટીલે કહ્યું કે, રે શાંતિથી નહિંતર તાકાત હોય તો આવો અહિંયા.'