સુરત શહેરના સરથાણા જકાતનાકા નજીક અતિથિ રેસ્ટોરન્ટની સામે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક રત્નકલાકાર યુવાનનું દુર્ઘટનાજનક મોત નિપજ્યું હતું. મૃતક યુવાનનું નામ રાજેશ ઉકાણી હોવાનું જાણવા મળ્યું છે. તે બાઈક પર ઉભા હતા અને સરથાણા ખાતે નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા જઇ રહ્યા હતા ત્યારે અચાનક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. કાર ચાલક સામે હિટ એન્ડ રનની કલમ હેઠળ ગુનો નોધી આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બનાવ સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરી પુરાવાઓ સંગ્રહ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.